દીપિકાએ સ્પર્ધક સાથે લીધી સેલ્ફી

Published: Dec 30, 2019, 12:31 IST | Mumbai

દીપિકા પાદુકોણ હાલમાં જ ‘ઇન્ડિયન આઇડલ ૧૧’ના સ્પર્ધક સની હિન્દુસ્તાની સાથે સેલ્ફી લેતી જોવા મળી હતી.

દીપિકા પાદુકોણ સાથે સ્પર્ધક સની
દીપિકા પાદુકોણ સાથે સ્પર્ધક સની

દીપિકા પાદુકોણ હાલમાં જ ‘ઇન્ડિયન આઇડલ ૧૧’ના સ્પર્ધક સની હિન્દુસ્તાની સાથે સેલ્ફી લેતી જોવા મળી હતી. દીપિકા સોની ટીવી  પર આવતા આ શોમાં તેની ફિલ્મ ‘છપાક’ના પ્રમોશન માટે ગઈ હતી. તે હાલમાં વિવિધ શોમાં જોવા મળી રહી છે. તે રેમો ડીસોઝાના ‘ડાન્સ પ્લસ ૫’માં ગઈ હતી. ‘ઇન્ડિયન આઇડલ ૧૧’ બાદ તે હવે ‘ધ કપિલ શર્મા શો’માં પણ જોવા મળશે. આ શોમાં સની હિન્દુસ્તાનીએ નુસરત ફતેહઅલી ખાનનું ગીત ‘ઉપર ખુદા...’ ગાયું હતું. આ પર્ફોર્મન્સ બાદ ગીત સાંભળીને દીપિકા તેની ફૅન બની ગઈ હતી. તેણે કહ્યું હતું કે આ ગીત પર તે કોઈ કમેન્ટ કરી શકે એમ નથી, કારણ કે તે ખૂબ જ અદ્ભુત છે. જોકે દીપિકાએ સનીને તેની સાથે સેલ્ફી લેવા વિનંતી કરી હતી જેથી તે આ પર્ફોર્મન્સને હંમેશાં માટે યાદ રાખી શકે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK