કરણ જોહરની ફિલ્મમાં વિકી કૌશલ સાથે દેખાશે દીપિકા પાદુકોણ?

Updated: Dec 07, 2019, 19:33 IST | Mumbai

કરણ જોહરની આગામી ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને વિકી કૌશલ સાથે જોવા મળે એવી શક્યતા છે.

કરણ જોહર
કરણ જોહર

કરણ જોહરની આગામી ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને વિકી કૌશલ સાથે જોવા મળે એવી શક્યતા છે. સંજયલીલા ભણસાલીની ‘પદ્‍માવત’માં રાવલ રતન સિંહનું પાત્ર વિકીને ઑફર કરવામાં આવ્યુ હતું એવી ચર્ચા હતી. જોકે એવી પણ ચર્ચા હતી કે દીપિકાએ તેની સાથે કામ કરવાની ના પાડી હતી કારણ કે એ વખતે વિકી એટલુ જાણીતું નામ નહોતું. સમયની સાથે વિકીએ પોતાનું કળા કૌશલ્ય દાખવીને બૉલીવુડમાં એક અગત્યનું સ્થાન મેળવ્યુ છે. ફિલ્મની સ્ટોરી બે પરિણીત કપલની અને તેમને આવતી સમસ્યા વિશેની છે. એમાંથી એક કપલ માટે દીપિકાની પસંદગી કરવામાં આવી હોય એવુ લાગી રહ્યું છે. થોડા સમય પહેલા જ દીપિકા સ્ટોરીનાં નરેશન માટે કરણ જોહરની ઑફિસ બહાર જોવા મળી હતી.

આ પણ વાંચો : સલમાન પોતાના સ્ટારડમને વધુ મહત્વ નથી આપતો : સોનાક્ષી

દીપિકાને સ્ટોરી પસંદ પડી હોય એવી શક્યતા છે. મેકર્સ તેની સાથે વિકી કૌશલ અથવા તો ‘ગલી બૉય’નાં સિદ્ધાંત ચતુર્વેદીને લેવા માગે છે. કરણની આ ફિલ્મને ‘કપૂર ઍન્ડ સન્સ’ના ડિરેક્ટર શકુન બત્રા ડિરેક્ટ કરશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK