Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આ શું! રેમ્પ પર વૉક કરતાં એકાએક ડાન્સ કરવા લાગી દીપિકા, જુઓ વીડિયો

આ શું! રેમ્પ પર વૉક કરતાં એકાએક ડાન્સ કરવા લાગી દીપિકા, જુઓ વીડિયો

06 September, 2019 01:21 PM IST | મુંબઈ ડેસ્ક

આ શું! રેમ્પ પર વૉક કરતાં એકાએક ડાન્સ કરવા લાગી દીપિકા, જુઓ વીડિયો

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણ


તાજેતરમાં જ દીપિકા પાદુકોણે ડિઝાઇનર સંદીપ ખોસલા અને અબૂ જાની માટે મુંબઇમાં રેમ્પ વૉક કર્યું હતું. આ વૉક દરમિયાન દીપિકાનો મસ્તીભર્યો અંદાજ જોવા મળ્યો.

બોલીવુડની સૌથી સુંદર અભિનેત્રી દીપિકા પાદુકોણે પોતાની સુંદર એક્ટિંગથી તો બધાને મોહી જ લીધા છે. પણ તાજેતરમાં જ એક ફેશન શો દરમિયાન દીપિકાનો એક અલગ જ અંદાજ જોવા મળ્યો જ્યાં તે વૉક કરતાં કરતાં એકાએક ડાન્સ કરવા લાગી.




જાણીતા ડિઝાઇનર સુનીલ ખોસલા અને અબૂ જાનીએ પોતાના 33 વર્ષ પૂરા થવાની ખુશીમાં એક ફેશન શોનું આયોજન કર્યું હતું. આ શો મુંબઈમાં રાખવામાં આવ્યો હતો. બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ આ ખાસ અવસરે શો સ્ટૉપર બની હતી. દરેક વ્યક્તિ શોનો આનંદ માણતો હતો તેવામાં દિપીકા, સંદીપ અને અબૂ જાની સાથે વૉક કરતાં કરતાં મસ્તી ભર્યા અદાજમાં થિરકવા લાગી, દીપિકાનો અંદાજ જોઇને સ્ટેજ પર ઊભેલી અન્ય મૉડેલ્સ પણ ડાન્સ કરવા લાગી.


દીપિકાએ આ ફેશન શોમાં ગોલ્ડન અને ઑફ વાઇટ કલરનો ડિઝાઇનર ચિકનકારી વર્કવાળો લહેન્ગો પહેર્યો હતો. આ લહેંગામાં દીપિકા સુંદર દુલ્હન જેવી દેખાતી હતી.

મુંબઇમાં થયેલા આ શોમાં બોલીવુડના કેટલાય સિતારા કરણ જોહર, અભિષેક બચ્ચન, જયા બચ્ચન, શ્વેતા બચ્ચન. સોનાલી બેન્દ્રે, રાધિકા મર્ચેન્ટ, શ્લોકા મેહતા સામેલ હતા.

દીપિકાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તેણે આ રેમ્પ પર ડાન્સનો કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા. દીપિકાનો ડાન્સ જોઈને જયા બચ્ચને પણ ઊભા થઈને ઘણી તાળીઓ પાડી.

જણાવીએ કે તાજેતરમાં જ દીપિકા પાદુકોણ પોતાના પતિ રણવીર સિંહ સાથે લંડનથી પાછી આવી છે. ત્યાં બન્ને પોતાની આગામી ફિલ્મ '83'ની શૂટિંગ માટે ગયા હતા.

આ પણ વાંચો : Tapas Relia: આ મૂળ ગુજરાતી કંપોઝર માટે મ્યુઝિક જ છે સર્વસ્વ

વર્કફ્રન્ટની વાત કરીએ તો દીપિકા હાલ મેઘના ગુલઝારની ફિલ્મ 'છપાક' પર કામ કરી રહી છે. આ ફિલ્મમાં દીપિકા એસિડ અટેક સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલની ભૂમિકા ભજવે છે.

Whatsapp-channel Whatsapp-channel

06 September, 2019 01:21 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK