Chhapaak Trailer Release: એસિડ બિકતા નહીં, તો શાયદ ફિંકતા ભી નહીં, જુઓ ટ્રેલર

Published: Dec 10, 2019, 15:17 IST | Mumbai Desk

ટ્રેલર જોઇને તમને શાહરુખ ખાનનો એક ડાયલૉગ જરૂર યાદ આવશે "યે તો સિર્ફ ટ્રેલર હૈ પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત"

દીપિકા પાદુકોણની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ 'છપાક'નું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ટ્રેલર જોઇને તમને શાહરુખ ખાનનો એક ડાયલૉગ જરૂર યાદ આવશે "યે તો સિર્ફ ટ્રેલર હૈ પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત" 2 મિનિટ 19 સેકેન્ડનું આ ટ્રેલર તમને ભાવુક કરી દેશે, તમારા રુંવાટા ઊભા કરી દેશે. દીપિકાની એક્ટિંગ, તેનો લુક, તેના ડાયલૉગ્સ અને એસિડ સર્વાઇવરવાળી સ્ટોરી તમને અંદરથી હલબલાવી દેશે.

શું છે ટ્રેલરમાં :
ટ્રેલરની શરૂઆત થાય છે નિર્ભયા કેસની પ્રોટેસ્ટ સાથે, જેના બેક્ગ્રાઉન્ડમાં એક અવાજ સંભળાય છે જે કહે છે કે, "નિર્ભયા કેસ પછી માલતીની સ્ટોરી લોકો સુધી પહોંચાડવી હજી પણ વધારે જરૂરી થઈ ગઈ છે." ત્યાર બાદ દીપિકા પાદુકોણની ચીસવાળો શૉટ આવે છે જે તમારા રુંવાટા ઊભા કરી દેશે. ટ્રેલરમાં દીપિકા પાદુકોણના એવા કેટલાય શૉટ છે જે તમને હલાવી દેશે, જેમ કે અરીસાની સામે માલતીનું પોતાના ચહેરાને જોઇને ચીસ પાડવું. ટ્રેલરમાં માલતીના ન્યાયનું યુદ્ધ બતાવવામાં આવ્યું છે જે સેશન કોર્ટથી શરૂ થાય છે અને સુપ્રીમ કોર્ટ સુધી જાય છે. દીપિકા સિવાય ફિલ્મમાં વિક્રાંક મેસી પણ લીડ રોલમાં છે. વિક્રાંત ફિલ્મમાં પત્રકારનું પાત્ર ભજવે છે. જે ન્યાયની લડાઇમાં માલતી એટલે કે દીપિકા પાદુકોણનો સાથ આપે છે.

આ પણ વાંચો : આ સુંદર તસવીરોના લીધે ચર્ચામાં છે એક્ટ્રેસ ડાયના પેન્ટી, જુઓ તસવીરો

જણાવીએ કે આ ફિલ્મ લક્ષ્મી અગ્રવાલ નામની એક એસિડ સર્વાઇવરની રિયલ લાઇફ પર આધારિત છે. દીપિકા પાદુકોણની આ ભૂમિકા લક્ષ્મી અગ્રવાલ નામની પીડિત છોકરી પર જ આધારિત છે. માલતીએ આ ફિલ્મમાં જે પણ સહ્યું છે કે લક્ષ્મીએ તેની રિયલ લાઇફમાં સહન કર્યું છે. ફિલ્મની ડાયરેક્ટર મેધના ગુલઝારે લક્ષ્મી અગ્રવાલના તે જ દર્દ અને લડાઇને પડદા પર લાવવાનો પ્રયત્ન કર્યો છે. ફિલ્મ 10 જાન્યુઆરી 2020માં રિલીઝ થવાની છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK