શકુન બત્રાની આગામી રોમાન્ટિક ડ્રામા ફિલ્મમાં દેખાશે દીપિકા, સિદ્ધાંત અને અનન્યા

Published: Dec 19, 2019, 18:09 IST | Mumbai Desk

તાજેતરમાં જ ફિલ્મમેકર કરણ જોહરે શકુન બત્રાની અપકમિંગ ફિલ્મની કન્ફર્મ કાસ્ટની માહિતી આપી છે. તેણે પોતાના ટ્વિટર અકાઉન્ટ પરથી ફિલ્મની અપડેટ આપતાં લખ્યું

એક મેં ઔર એક તૂ અને કપૂર એન્ડ સન્સ જેવી સારી ફિલ્મોના નિર્દેશક ટૂંક સમયમાં જ એક રોમાન્ટિક ડ્રામા ફિલ્મ લઈને આવી રહ્યા છે. તાજેતરમાં કન્ફર્મ થયું છે કે આ અનટાઇટલ્ડ ફિલ્મમાં છપાક અભિનેત્રી દીપિકા પાદુકોણ, ગલી બૉય ફેમ અભિનેતા સિદ્ધાંત ચતુર્વેદીની સાથે રોમાન્સ કરતી દેખાશે. દીપિકા અને સિદ્ધાંત સિવાય આ ફિલ્મમાં અનન્યા પાંડે પણ દેખાશે.

તાજેતરમાં જ ફિલ્મમેકર કરણ જોહરે શકુન બત્રાની અપકમિંગ ફિલ્મની કન્ફર્મ કાસ્ટની માહિતી આપી છે. તેણે પોતાના ટ્વિટર અકાઉન્ટ પરથી ફિલ્મની અપડેટ આપતાં લખ્યું, તે જીવન અને પ્રેમના એક નવા ડોઝ સાથે પાછો આવી ગયો છે, દીપિકા પાદુકોણ, સિદ્ધાંત ચતુર્વેદી અને અનન્યા પાંડે શકુન બત્રાની આગામી રિલેશનશિપ ડ્રામા ફિલ્મમાં આવવાના છે, ફિલ્મ 12 ફેબ્રુઆરી 2021ના રિલીઝ કરવામાં આવશે, આ જાદૂ જોવા માટે હું રાહ જોઇ શકતો નથી.

શકુન બત્રા આ ફિલ્મમાં કરણ જોહર અને અપૂર્વા મેહતા સાથે કોલેબોરેટ કરવાના છે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને સિદ્ધાંત ચતુર્વેદી રોમાન્સ કરતાં દેખાશે. અભિનેતા સિદ્ધાંત ચતુર્વેદીએ ફિલ્મ ગલી બૉય દ્વારા પોતાનો બોલીવુડ ડેબ્યૂ કર્યો હતો. આ ફિલ્મમાં સિદ્ધાંતે એમસી શૅર નામના એક રેપરની ભૂમિકા ભજવી હતી. વાત કરીએ અનન્યા પાંડેની તો અનન્યાએ કરણ જોહરની ફિલ્મ સ્ટુડેન્ટ ઑફ ધ યર 2 દ્વારા બોલીવુડમાં જેબ્યૂ કર્યો હતો, તાજોતરમાં જ અનન્યા કાર્તિક આર્યન સાથે ફિલ્મ પતિ પત્ની ઔર વોમાં જોવા મળી. ટૂંક સમયમાં જ અનન્યા ઇશાન ખટ્ટર સાથે ફિલ્મ ખાલી-પીલીમાં કામ શરૂ કરવાની છે.

આ પણ વાંચો : બ્લેક કલરના ડ્રેસમાં બૅબો મચાવી રહી છે ધૂમ, જુઓ ગ્લેમરસ તસવીરો

જણાવીએ કે દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ છપાક 20 જાન્યુઆરી 2020ના રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ એસિડ એટેક સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલનું પાત્ર ભજવે છે. આ સિવાય દીપિકા રણવીર સિંહ સાથે ફિલ્મ 83માં કપિલ દેવની પત્નીનું પાત્ર ભજવતી પણ જોવા મળશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK