Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દીપિકાની તસવીર પર રણવીર સિંહની કોમેન્ટનો પત્નીએ આપ્યો મજેદાર જવાબ

દીપિકાની તસવીર પર રણવીર સિંહની કોમેન્ટનો પત્નીએ આપ્યો મજેદાર જવાબ

18 October, 2019 03:17 PM IST | મુંબઈ ડેસ્ક

દીપિકાની તસવીર પર રણવીર સિંહની કોમેન્ટનો પત્નીએ આપ્યો મજેદાર જવાબ

દીપિકા રણવીર

દીપિકા રણવીર


બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ અને અભિનેતા રણવીર સિંહ ઘણીવાર એકબીજાની તસવીરો પર કોમેન્ટ્સ કરતાં હોય છે. દીપિકા પાદુકોણે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાની તસવીર શૅર કરે છે અને રણવીર સિંહ તેના પર કોમેન્ટ કરતો હોય છે. તાજેતરમાં પણ કંઇક એવું જ થયું, દીપિકાએ તસવીર શૅર કરી તો રણવીરે તેના પર કોમેન્ટ કરી દીધી. પણ આ વખતે દીપિકાએ પણ આ કોમેન્ટનો જવાબ આપ્યો અને તે પર ચાહકોએ ભરપુર આનંદ લીધો હતો.

જણાવીએ કે આખરે શું થયું..... હકીકતે દીપિકાએ પોતાનો એક્સ્ટ્રીમ ક્લોઝઅપ શૉટની તસવીર શૅર કરી હતી. તેમાં તેના ચહેરાને ઝૂમ કરીને બતાવવામાં આવ્યો હતો. આ તસવીર પર રણવીર સિંહે કોમેન્ટ કરી અને કહ્યું, "હજી નજીક". તેના પછી યૂઝર્સે રણવીર સિંહની કોમેન્ટને વધાવી લીધી અને મોટી સંખ્યામાં લોકોએ તેની કોમેન્ટને કોમેન્ટ લાઇક કરી ચૂક્યા છે.




હવે દીપિકા પાદુકોણે રણવીર સિંહના કોમેન્ટનો જવાબ આપતાં કહ્યું, "અચ્છા..... ઘરે આવો.... હું બતાવું છું." આ કોમેન્ટ પછી તસવીર હજી વધારે ચર્ચામાં છવાઇ રહી છે. તો દીપિકાના જવાબ આપ્યા પછી લોકો દીપિકાના રિપ્લાયના વખાણ કરી રહ્યા છે. તો લગભગ 10 હજાર લોકો તેમના વખાણ કરી રહ્યા છે.


આ પણ વાંચો : કાજલ વિસરિયા: માત્ર ગરબા જ નહીં સુગમ સંગીતના તાલે પણ જીતે છે લોકોના મન

દીપિકાના વર્કફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રી એસિડ એટેક પીડિતાં પર બની રહી ફિલ્મ છપાકમાં જોવા મળશે, જે ફિલ્મ જાન્યુઆરીની શરૂઆતમાં રિલીઝ થવાની છે. આ સિવાય દીપિકા અને રણવીર ટૂંક સમયમાં જ ફિલ્મ 83માં જોવા મળશે. આ ફિલ્મમાં બન્ને લગ્ન પછી પહેલી વાર પડદા પર એકસાથે દેખાશે. ફિલ્મ 83, 1983 વર્લ્ડ કપ પર આધારિત છે અને આ ફિલ્મમાં રણવીર સિંહ કપિલ દેવનું પાત્ર ભજવી રહ્યો છે, જ્યારે દીપિકા તેની પત્નીના પાત્રમાં જોવા મળશે.

Whatsapp-channel Whatsapp-channel

18 October, 2019 03:17 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK