દીપિકાએ શૅર કરી આમિર ખાન સાથેની 20 વર્ષ જૂની તસવીર, થયું હતું આવું

Published: May 17, 2020, 12:28 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

દીપિકા પાદુકોણ સતત ઈન્સ્ટાગ્રામ પર તસવીરો અને વીડિયો શૅર કરી રહી છે. હાલ તેણે પોતાની જૂની તસવીર સોશિયલ મીડિયા પર શૅર કરી છે. આ તસવીરમાં તમે જોઈ શકો છો દીપિકા આમિર ખાનની બાજુમાં બેઠી છે.

દીપિકા પાદુકોણે આમિર ખાન સાથે શૅર કરેલી તસવીર
દીપિકા પાદુકોણે આમિર ખાન સાથે શૅર કરેલી તસવીર

આખા વિશ્વમાં કોરોના વાઈરસનો આતંક ફેલાયો છે ત્યારે સરકારે લૉકડાઉન ચોથા તબક્કાની અવધિ 31 મે સુધી વધારી દીધી છે. ત્યારે લોકો પોતાના ઘરમાં જુદી-જુદી પ્રવૃતિ કરતા રહે છે. સામાન્ય માણસથી લઈને સેલિબ્રિટી પોતાની બાળપણની તસવીરો સોશિયલ મીડિયા પર શૅર કરી રહ્યા છે. આજકાલ લૉકડાઉન દરમિયાન સ્ટાર્સ પોતાના થ્રોબેક ફોટોઝ સતત સોશિયલ મીડિયા પર શૅર કરી રહ્યા છે. ત્યારે બૉલીવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

દીપિકા પાદુકોણ સતત ઈન્સ્ટાગ્રામ પર તસવીરો અને વીડિયો શૅર કરી રહી છે. હાલ તેણે પોતાની જૂની તસવીર સોશિયલ મીડિયા પર શૅર કરી છે. જેમાં તે બૉલીવુડના મિસ્ટર પર્ફેક્શનિસ્ટ આમિર ખાન સાથે નજર આવી રહી છે. દીપિકા પાદુકોણની આ તસવીરમાં તમે જોઈ શકો છો દીપિકા આમિર ખાનની બાજુમાં બેઠી છે. સાથે જ એના પિતા પ્રકાશ, મમ્મી ઉજ્જવલા અને બહેન તનિષા પણ દેખાઈ રહી છે.

 
 
 
View this post on Instagram

A post shared by Deepika Padukone (@deepikapadukone) onApr 6, 2020 at 4:46am PDT

દીપિકા પાદુકોણે શનિવારે ઈન્સ્ટાગ્રામ પર આ તસવીર શૅર કરી છે અને જણાવ્યું કે આ ફોટો 20 વર્ષ જૂનો છે. આ ફોટોના કેપ્શનમાં લખ્યું છે, મેજર થ્રો-બેક 1 જાન્યુઆરીની. હું ત્યારે 13 વર્ષની હતી અને ઘણી અજીબ હતી. હું હાલ પણ એવી જ છું. તેઓ લંચ કરી રહ્યા હતા અને ફક્ત દહીં અને ભાત ખાઈ રહ્યા હતા. હું પણ ભૂખી હતી, આમ તો હું હંમેશા જ રહું છું. પરંતુ કોઈએ મને ઑફર પણ નહીં કર્યું અને મેં કોઈને પૂછ્યું પણ નહીં... દીપિકા પાદુકોણે આ તસવીર ફૅન વચ્ચે શૅર કરી છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો છેલ્લે દીપિકા પાદુકોણ ફિલ્મ છપાકમાં જોવા મળી હતી. જોકે આ ફિલ્મે બૉક્સ ઑફિસ પર કઈ ખાસ પ્રદર્શન કર્યુ નહીં. પરતું હવે તે રણવીર સિંહ સાથે ફિલ્મ '83'માં નજર આવશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK