ફિલ્મ અભિનેત્રી દીપિકા પાદુકોણ અને ફિલ્મ અભિનેતા રણવીર સિંહે તાજેતરમાં જ પોતાની લગ્નની પહેલી વર્ષગાંઠ ઉજવી છે. બન્ને તિરુપતિ મંદિર અને સ્વર્ણ મંદિર ગયા હતા. તિરુપતિ મંદિર જતી વખતે રણવીર સિંહ અને દીપિકા પાદુકોણનો સામનો એક એવા ચાહક સાથે થયો જેના 'આઇ લવ યૂ રણવીર' કહેવા પર દીપિકા પાદુકોણને હસ્તક્ષેપ કરવો પડ્યો.
બોલીવુડ કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે ગુરુવાર 14 નવેમ્બરે પોતાના લગ્નની પહેલી વર્ષગાંઠ ઉદવી અને તેમના પ્રશંસકો પણ આને લઈને ખૂબ જ ખુશ દેખાયા. બન્ને વર્ષગાંઠને દિવસે ભગવાન વેંકટેશ્વરના આશીર્વાદ લેવા માટે ચિત્તૂરના તિરુમાલા તિરુપતિ મંદિર પહોંચ્યા હતા.
ત્યારે એક ચાહકે 'આઇ લવ યૂ રણવીર' કહ્યું અને દીપિકાને આમાં મસ્તી કરતાં હસ્તક્ષેપ કરવું પડ્યું. ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલા એક વીડિયોથી ખબર પડે છે કે જેવા રણવીર અને દીપિકા મંદિર પહોંચ્યા, એક પ્રશંસકે પોતાની એક્સાઇટમેન્ટ પર કાબૂ ન કરી શક્યો અને પહેલા તેણે દીપિકાને "આઇ લવ યૂ" કહ્યું જેનો દીપિકાએ સ્માઇલ આપીને સ્વીકાર કર્યો. તેના પછી આ ચાહકે રણવીરને સંબોધિત કરતાં, 'આઇ લવ યૂ ભૈય્યા' કહ્યું.
તેના પછી દીપિકાએ તે ચાહક તરફ જોઇને મસ્તીમાં કહ્યું, "પણ તમે મને વધારે પ્રેમ કરો છો." તેના પછી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ હસવા લાગ્યા. તેના પી બન્ને આશીર્વાદ લેવા માટે આગલા દિવસે અમૃસર ના સ્વર્ણ મંદિર પણ ગયા હતા. દીપિકા અને રણવીર હવે કબીર ખાનના નિર્દેશનમાં બનતી ફિલ્મ 83માં પડદા પર એક સાથે જોવા મળશે.
આ પણ વાંચો : Urvashi Rautela: બૉલીવુડની આ એક્ટ્રેસની સુંદર તસવીરો ફૅન્સને બનાવે છે ક્રેઝી
આ ફિલ્મ 1983માં ક્રિકેટમાં ભારતની પહેલી વિશ્વ કપ જીતની પ્રેરણાદાયક સ્ટોરી પર આધારિત છે. ફિલ્મમાં રણવીર કપૂરે કપિલ દેવની ભૂમિકા ભજવી છે તો ફિલ્મમાં દીપિકા પાદુકોણ કપિલ દેવની પત્ની રોમી દેવની ભૂમિકા ભજવશે. લગ્ન પછી પહેલી વાર બન્ને એક સાથે દેખાશે. બન્નેએ ગયા વર્ષે ઇટલીના લેક કોમોમાં લગ્ન કર્યા હતા.
મેન્ટલ હેલ્થ અવેરનેસના ક્રિસ્ટલ અવૉર્ડ માટે દીપિકા પાદુકોણની પસંદગી
Dec 15, 2019, 13:41 ISTછપાકનું ટ્રેલર જોઈને દીપિકાની પ્રશંસા કરી અનુપમ ખેરે
Dec 14, 2019, 11:30 ISTદીપિકા પાદુકોણ બની એશિયાની સૌથી સુંદર એશિયન મહિલા, કહી આ વાત
Dec 13, 2019, 20:06 ISTહું હંમેશાં મહિલાપ્રધાન ફિલ્મો નથી પસંદ કરતી, સ્ટ્રૉન્ગ કૅરૅક્ટર્સ મને આકર્ષે છે : દીપિકા
Dec 13, 2019, 11:55 IST