રણવીર સિંહની સાથે ફેમિલી પ્લાનિંગને લઈને દીપિકાએ કહી આ વાત

Published: Oct 17, 2019, 09:51 IST | મુંબઈ

દીપિકા અને રણવીરના લગ્નને આવતા મહિને એક વર્ષ થશે. ત્યારે દીપિકાએ રણવીર સાથેના ફેમિલી પ્લાનિંગને લઈને વાત કરી છે.

રણવીર અને દીપિકા
રણવીર અને દીપિકા

બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ અને તેમના પતિ રણવીર સિંહ પોતાની તસવીરોને લઈને સમાચારોમાં રહે છે. હાલમાં દીપિકાએ પોતાના ઈંટરવ્યૂમાં પોતાની રિલેશનશિપને લઈને પણ ખુલીને વાત કરી છે. હાલમાં એક ઈંટરવ્યૂમાં તેણે પોતાના ફેમિલી પ્લાનિંગને લઈને પણ વાત કરી અને રણવીર સિંહ સાથે ફેમિલી સ્ટાર્ટ કરવાને લઈને પોતાનો પ્લાન જણાવ્યો છે.

આવતા મહીને દીપિકા અને રણવીરના લગ્નને એક વર્ષ થવાનું છે. દીપિકાએ એક ઈંટરવ્યૂમાં ફેમિલી પ્લાનિંગને લઈને કહ્યું કે, 'તે રણવીર સાથે ફેમિલી ત્યારે સ્ટાર્ટ કરશે, જ્યારે તેઓ બંને તે કરવા માટે સક્ષમ હશે. જો કે તેમણે સમયને લઈને કોઈ વાતચીત નથી કરી અને કોઈ ખાસ જાણકારી આપી. જ્યારે દીપિકાએ આ દરમિયાન લગ્ન પહેલાના તેના અને રણવીરના રિલેશનશિપને લઈને વાત કરી છે.'

 
 
 
View this post on Instagram

& on to the next...Thank You @kabirkhankk for this incredible honour...! #RomiDev #Day1 @83thefilm @ranveersingh

A post shared by Deepika Padukone (@deepikapadukone) onJun 11, 2019 at 10:43pm PDT


લગ્ન પહેલા એક સાથે ન રહેવાને લઈને દીપિકા પાદુકોણે કહ્યું કે, જો અમે પહેલા જ એકબીજા સાથે રહેવા લાગ્યા હોત તો અમે બાદમાં એકબીજામાં શું શોધી શકત? હવે એક વર્ષમાં અમને એકબીજાના વિશે ઘણું જાણવા મળ્યું છે. અમને લાગે છે કે અમે પોતાની જિંદગીનો સૌથી સાચો નિર્ણય લીધો છે. આ પહેલા દીપિકાએ બેડમિન્ટનને લઈને અનેક ખુલાસાઓ કર્યા હતા.

આ પણ જુઓઃ ઉફ્ફ તેરી યે અદા..ટ્રેડિશનલ વેરમાં મન મોહી લેશે ઈશા કંસારા....

દીપિકાના વર્કફ્રંટની વાત કરીએ તો એક્ટ્રેસ હાલ એસિડ એટેટક વિક્ટિમ બની રહેલી ફિલ્મ છપાક અને 1983 ક્રિકેટ વર્લ્ડ કપ પર બની રહેલી ફિલ્મ 83માં નજર આવવાની છે. 83માં કપિલ દેવની પત્ની રોમી દેવની ભૂમિકામાં નજર આવશે અને કપિલનો કિરદાર રણવીર સિંહ નિભાવશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK