દીપિકાએ તેના ડૅડીની બૅડ્મિન્ટન ઍકૅડેમીની 25મી ઍનિવર્સરી નિમિત્તે કહ્યું
દીપિકા પાદુકોણ તેના ડૅડી સાથે
દીપિકા પાદુકોણના ડૅડી પ્રકાશ પાદુકોણની બૅડ્ મિન્ટન ઍકૅડેમીની પચીસમી ઍનિવર્સરી નિમિત્તે ગેમ પ્રત્યેના તેમના યોગદાનની પ્રશંસા કરી. પ્રકાશ પાદુકોણ ભૂતપૂર્વ બૅડ્ મિન્ટન પ્લેયર છે.
ADVERTISEMENT
તેમને ભારત સરકાર વતી અર્જુન અવૉર્ડ અને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ જ્યારે દેશ માટે બૅડ્ મિન્ટન રમતા હતા એ વખતનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને દીપિકાએ કૅપ્શન આપી હતી, ‘પાપા બૅડ્ મિન્ટનમાં અને ભારતીય સ્પોર્ટ્સમાં તમારું યોગદાન અમૂલ્ય છે. તમારું સમર્પણ, અનુશાસન અને આટલાં વર્ષોની અથાક મહેનત બદલ થૅન્ક યુ. અમે તમને ખૂબ પ્રેમ કરીએ છીએ અને અમને તમારા પર ગર્વ છે.’