દીપિકા કેમ ખુશખુશાલ છે?
દીપિકા પાદુકોણ
દીપિકા પાદુકોણની કંપની બેલાટ્રિક્સ ઍરોસ્પેસને નૅશનલ સ્ટાર્ટ અપનો અવૉર્ડ મળતાં તેની ખુશીની કોઈ સીમા નથી. બૅન્ગલોરની આ કંપની ગ્લોબલ સ્પેસ ટેક્નૉલૉજી અને ઇનોવેશનમાં કામ કરે છે. આ કંપનીમાં દીપિકાએ ઇન્વેસ્ટ કર્યું છે. પોતાની ખુશી ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરતાં દીપિકાએ લખ્યું હતું કે ‘બેલાટ્રિક્સ ઍરોસ્પેસને નૅશનલ સ્ટાર્ટ અપનો અવૉર્ડ મળતાં અભિનંદન. હું ખૂબ જ ગર્વ અને સન્માનની લાગણી અનુભવુ છું કે દેશ માટે ગ્લોબલ સ્પેસ ટેક્નૉલૉજી અને ઇનોવેશનમાં એક ઇન્વેસ્ટર અને એક શુભચિંતક તરીકે યોગદાન આપી શકી છું. જય હિન્દ.’