Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > નવા વર્ષે ઘરની સફાઇ કરશે દીપિકા પાદુકોણ, આ છે આખો પ્લાન

નવા વર્ષે ઘરની સફાઇ કરશે દીપિકા પાદુકોણ, આ છે આખો પ્લાન

31 December, 2019 08:39 PM IST | Mumbai Desk

નવા વર્ષે ઘરની સફાઇ કરશે દીપિકા પાદુકોણ, આ છે આખો પ્લાન

નવા વર્ષે ઘરની સફાઇ કરશે દીપિકા પાદુકોણ, આ છે આખો પ્લાન


વર્ષ 2020 એટલે કે નવું વર્ષ શરૂ થવાને થોડાંક જ કલાક બાકી છે. એવામાં સામાન્ય લોકોથી લઈને સેલેબ્સ સુધી બધાં પાર્ટીના મૂડમાં છે. દરેક પ્લાન કરી રહ્યા છે કે તે નવા વર્ષની શરૂઆત કેવી રીતે કરે? ક્યાં પાર્ટી કરે? પણ બોલીવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણનો એવો કોઈ પ્લાન નથી. પણ એક્ટ્રેસનો જે પ્લાન છે જે કદાચ કોઈપણ અભિનેત્રીનો નહીં હોય. ખરેખર, દીપિકા ન્યૂ યર પર તમે શું કરવાના છો આ જાણીને તમે પણ ચોંકી જશો.




તાજેતરમાં જ એએનઆઇ સાથે વાતચીતમાં દીપિકાએ પોતાનો ન્યૂ યર પ્લાન શૅર કર્યો છે. અભિનેત્રીએ કહ્યું, "ન્યૂ યર પર મારો કોઈ રોમેન્ટિક પ્લાન નથી. હું જર્નાલિસ્ટ સાથે ફિલ્મનું પ્રમોશન જ કરવાની છું, આ જ મારો પ્લાન છે. હું ન્યૂ યર સેલિબ્રેટ કરવા માગું છું પણ 1 તારીખે જર્નાલિસ્ટ નહીં આવે તો તે દિવસે બધાં લોકો રજા લે છે. તો મેં પણ વિચાર્યું કે હું ઘરે બેસી જાઉં છું. થોડીક ક્લિનિંગ વગેરે કરી લઉં. તક મળી હોત તો હું ફર્સ્ટના તમારી બધાંની સાથે સેલિબ્રેટ કરી હોત."


આ પણ વાંચો : Shital Antani : જાણો પત્રકાર પોપટલાલના ગોર્જિયસ 'સાસુ' વિશે

તમને જણાવીએ કે દીપિકા ટૂંક સમયમાં જ મેઘના ગુલઝારની ફિલ્મ 'છપાક'માં દેખાવાની છે. ફિલ્મ 10 જાન્યુઆરીના રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં દીપિકા સાથે વિક્રાંત મેસી લીડ રોલમાં છે. આ ફિલ્મ એસિડ સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલની રિયલ લાઇફની સ્ટોરી છે. આ ફિલ્મમાં દીપિકા એસિડ સર્વાઇવરનો રોલ ભજવી રહી છે જે પોતાના ન્યાય માટે લડે છે. ફિલ્મનું ટ્રેલર અને કેટલાક પોસ્ટર રિલીઝ કરી દેવામાં આવ્યા છે જેને ઘણો સારો રિસ્પૉન્સ મળ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

31 December, 2019 08:39 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK