Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દીપિકા પાદુકોણ મારી સૌથી સારી કો-ઍક્ટર્સમાંની એક છે : વિક્રાન્ત મૅસી

દીપિકા પાદુકોણ મારી સૌથી સારી કો-ઍક્ટર્સમાંની એક છે : વિક્રાન્ત મૅસી

15 November, 2019 10:06 AM IST | Mumbai

દીપિકા પાદુકોણ મારી સૌથી સારી કો-ઍક્ટર્સમાંની એક છે : વિક્રાન્ત મૅસી

વિક્રાન્ત મૅસી

વિક્રાન્ત મૅસી


વિક્રાન્ત મૅસીનું કહેવું છે કે દીપિકા પાદુકોણ તેની કો-ઍક્ટર્સમાંની સૌથી ઉત્કૃષ્ટ ઍક્ટર છે. આ બન્ને મેઘના ગુલઝારની ‘છપાક’માં કામ કરી રહ્યા છે. આ ફિલ્મ ઍસિડ-અટૅક સર્વાઇવર લક્ષ્મી અગરવાલના જીવન પર આધારિત છે. લક્ષ્મી અગરવાલના પાત્રમાં દીપિકા અને તેના બૉયફ્રેન્ડની ભૂમિકામાં વિક્રાન્ત જોવા મળશે. ૨૦૨૦ની ૧૦ જાન્યુઆરીએ રિલીઝ થનારી આ ફિલ્મની દીપિકા કો-પ્રોડ્યુસર પણ છે. દીપિકાની પ્રશંસા કરતાં વિક્રાન્તે કહ્યું હતું કે ‘તેમની સાથે કામ કરવાનો અનુભવ શાનદાર રહ્યો છે. હું હંમેશાંથી કહેતો આવ્યો છું કે મારી કરીઅરમાં મેં અત્યાર સુધી જે પણ કો-ઍક્ટર્સ સાથે કામ કર્યું છે તેમાંની દીપિકા ઉત્કૃષ્ટ કો-ઍક્ટર છે. ફિલ્મમાં કામ કરવાનો અનુભવ ખૂબ જ સરસ રહ્યો છે. અમે ફિલ્મનું શૂટિંગ પૂરું કરી લીધું છે. ફિલ્મ બે મહિના બાદ રિલીઝ થવાની છે. એથી ફિલ્મને લઈને ઘણી આશા બંધાઈ છે.’


Whatsapp-channel Whatsapp-channel

15 November, 2019 10:06 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK