Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દીપિકા પાદુકોણ ભૂલી ગઈ કે તેણે લગ્ન કર્યા છે, હોસ્ટે કરાવ્યું યાદ !

દીપિકા પાદુકોણ ભૂલી ગઈ કે તેણે લગ્ન કર્યા છે, હોસ્ટે કરાવ્યું યાદ !

16 September, 2019 05:09 PM IST | મુંબઈ

દીપિકા પાદુકોણ ભૂલી ગઈ કે તેણે લગ્ન કર્યા છે, હોસ્ટે કરાવ્યું યાદ !

દીપિકા પાદુકોણ ભૂલી ગઈ કે તેણે લગ્ન કર્યા છે, હોસ્ટે કરાવ્યું યાદ !


બોલીવુડની ટોચની અબિનેત્રી દીપિકા પાદુકોણને હજી પણ ક્યારેક લાગે છે કે તેના લગ્ન નથી થયા. કદાચ એટલે જ તે જાહેર સમારંભોમાં આ વાત યાદ નથી રાખી શક્તી. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થયો છે. આ વીડિયો કોઈ કાર્યક્રમનો છે, જેમાં હોસ્ટ દીપિકાને તેના લગ્ન અંગે યાદ કરાવી રહ્યા છે.

જાણીતા ફિલ્મ ડિરેક્ટર મેઘના ગુલઝારની ફિલ્મ છપાકમાં એસિડ એટેક સર્વાઈવરનો રોલ કરી રહેલી સુપરહિટ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ આજે પણ ભૂલી જાય છે કે તેના લગ્ન થઈ ચૂક્યા છે. તેના લગ્નને 10 મહિના થઈ ચૂક્યા છે. તાજેતરમાં જ માનસિક સ્વાસ્થ્ય જાગૃતિના એક કાર્યક્રમમાં તે લોકોને પોતાના વિશે માહિતી આપતા દરમિયાન ભૂલી ગઈ કે તે એક પત્ની પણ છે.




સ્વાસ્થ્ય અંગેના કાર્યક્રમની વીડિયો ક્લીપ સોશિયલ મીડિયા પર શૅર કરાઈ છે. આ વીડિયોમાં દીપિકા પાદુકોણે પોતાના જીવન અંગે વાત કરી રહી છે. આ વીડિયોમાં દીપિકા કહી રહી છે કે તે એક પુત્રી, બહેન અને એક્ટ્રેસ છે. ત્યાર બાદ કાર્યક્રમના હોસ્ટ તેને યાદ કરાવે છે કે તે પત્ની પણ છે, તો દીપિકા હસતા હસતા કહે છે કે હા એ તો ભૂલી જ ગઈ. બાદમાં તેણે કહ્યું કે તે એક પત્ની પણ છે.


આ પણ વાંચોઃ સઇ બર્વે: આ ચુલબુલી અભિનેત્રીને વ્હાલો છે વરસાદ, કરાવ્યું રેઇન ફોટોશૂટ

ઉલ્લેખનીય છે કે દીપિકા પાદુકોણ કબીર ખાન ડિરેક્ટેડ ફિલ્મ 83માં રણવીર સિંહની સાથે દેખાશે. આ ફિલ્મ 1983માં ટીમ ઈન્ડિયાએ જીતેલા પહેલા વર્લ્ડ કપની સ્ટોરી પર આધારિત છે. ફિલ્મ 10 એપ્રિલ 2020ના રોજ રિલીઝ થવાની છે. આ ઉપરાંત તે મેઘના ગુલઝારની ફિલ્મ છપાકમાં પણ દેખાશે. જેમાં તે એસિડ એટેક સર્વાઈવર યુવતીના પાત્રમાં છે. આ ફિલ્મ 10 જાન્યુઆરી 2020ના રોજ રિલીઝ થઈ રહી છે.

Whatsapp-channel Whatsapp-channel

16 September, 2019 05:09 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK