Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > લગ્ન બાદ બદલાઈ દીપિકાની ફેશન સેન્સ, રણવીરના સ્ટાઈલિસ્ટનો દાવો

લગ્ન બાદ બદલાઈ દીપિકાની ફેશન સેન્સ, રણવીરના સ્ટાઈલિસ્ટનો દાવો

04 September, 2019 06:47 PM IST | મુંબઈ

લગ્ન બાદ બદલાઈ દીપિકાની ફેશન સેન્સ, રણવીરના સ્ટાઈલિસ્ટનો દાવો

લગ્ન બાદ બદલાઈ દીપિકાની ફેશન સેન્સ, રણવીરના સ્ટાઈલિસ્ટનો દાવો


રણવીર સિંહ બોલીવુડના એક એવા એક્ટર છે, જેમની ફેશન સેન્સ બધા જ કરતા અલગ છે. તેમના સ્ટાઈલ માટે ક્યારેક તેમના વખાણ થાય, તો ક્યારેક ફેન્સ તેમને ટ્રોલ પણ કરી નાખે છે. જો કે તેમ છતાંય રણવીરે પોતાની ફેશન સેન્સ નથઈ બદલી. કોઈ ફિલ્મની ઈવેન્ટ હોય, એવોર્ડ ફંક્શન હોય, લગ્ન જ કેમ ન હોય, રણવીર હંમેશા એક જુદા જ લૂકમાં દેખાય છે.

રણવીરસિંહની સ્ટાઈલિસ્ટ નિતાશા ગૌરવે એક એન્ટરટેઈનમેન્ટ વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યુમાં એક્ટરના સ્ટાઈલિંગ માટે જવાબદાર જુદા જુદા કારણો અંગે રસપ્રદ ખુલાસા કર્યા છે. MumbaiMirror.Com સાથે વાત કરવા દરમિયાન તેમણે રણવીરની ફેશન સેન્સની સાથે સાથે એ પણ કહ્યું કે કેઝ્યુઅલ આઉટિંગ માટે રણવીર પોતાના કપડા જાતે જ પસંદ કરે છે.



આ ઉપરાંત સેલિબ્રિટી સ્ટાઈલિસ્ટે એ પણ ખુલાસો કર્યો કે રણવીર સાથે લગ્ન બાદ કેવી રીતે દીપિકા પાદુકોણેએ પણ પોતાનું સ્ટાઈલ સ્ટેમટેન્ટ બદલ્યું છે. હવે આ એક એવું કપલ છે, જે જોડે મળીને સ્ટાઈલ સ્ટેમેન્ટ બનાવે છે.


રણવીર અને દીપિકાના ફેશન અંગે વાત કરતા નિતાશાએ કહ્યું,'હા, લગ્ન બાદ દીપિકાની ફેશન સેન્સ ખૂબ જ બદલાઈ છે. પણ આ તો થવાનું જ હતું. જ્યારે તમે કોઈની સાથે લગ્ન કરો છો, તેની સાથે રહો છો, તો સામેવાળા વ્યક્તિની કેટલીક વસ્તુઓ તમારામાં દેખાય જ છે. પરંતુ જો આવું ન થાય તો તમે જરૂર કંઈક ખોટું કરી રહ્યા છો. એક તર જ્યાં દીપિકાએ પોતાના સ્ટાઈલ સાથે એક્સપેરિમેન્ટ કરવાની શરૂઆત કરી છે, ત્યાં બીજી તરફ રણવીર પણ ઘણી વાર એલિગન્ટ લૂક અપનાવતા દેખાય છે.'

આ પણ વાંચોઃ દિકરી વ્હાલનો દરિયોના 'કિંજલ-ઉત્કર્ષ'નો જુઓ નવો અંદાજ


જ્યારે આ કપલ એકસાથે ક્યાંક જાય ત્યારે ક્યારેક બિલકુલ વિચિત્ર કપડામાં દેખાય છે, તો ક્યારેક એકમદ ક્લાસિ લૂકમાં. રણવીર અને દીપિકા એક સાથે સ્ટાઈલ સ્ટેટમેન્ટમાં માને છે.

જો ફિલ્મની વાત કરીએ તો રણવીરસિંહ અને દીપિકા પાદુકોણે અપકમિંગ ફિલ્મ 83માં સાથે દેખાશે. કબીર ખાનની આ ફિલ્મ એપ્રિલ 2020માં રિલીઝ થવાની છે. ઉલ્લેખનીય છે કે લગ્ન બાદ બંનેની સાથે આ પહેલી ફિલ્મ છે.

Whatsapp-channel Whatsapp-channel

04 September, 2019 06:47 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK