Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ફ્રેન્ડના લગ્નમાં મસ્તી બાદ બીમાર પડી દીપિકા પાદુકોણ

ફ્રેન્ડના લગ્નમાં મસ્તી બાદ બીમાર પડી દીપિકા પાદુકોણ

11 November, 2019 05:03 PM IST | Mumbai Desk

ફ્રેન્ડના લગ્નમાં મસ્તી બાદ બીમાર પડી દીપિકા પાદુકોણ

ફ્રેન્ડના લગ્નમાં મસ્તી બાદ બીમાર પડી દીપિકા પાદુકોણ


બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ તાજેતરમાં જ પોતાની ફ્રેન્ડના લગ્નમાં ખૂબ જ ડાન્સ કરી રહી હતી. પણ, હવે લાગે છે કે મિત્રના લગ્નમાં કરેલી મસ્તીથી હવે તેને તકલીફ થઈ રહી છે અને પોતાના બૉડી ક્લૉક ડિસ્ટર્બ થવાથઈ તેની તબિયત ખરાબ થઈ ગઈ છે. દીપિકા પાદુકોણે થોડી વાર પહેલાં જ એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરી શૅર કરી છે, જેનાથી ખબર પડી રહી છે કે દીપિકા બીમાર છે.

દીપિકા પાદુકોણે એક સ્ટોરી શૅર કરી છે, જેમાં તે મેકઅપ વગર સૂતી હોય તેવું જોવા મળે છે. સાથે જ તેના વિખરાયેલા વાળ પરથી સમજી શકાય છે કે દીપિકા હજી પણ બીમાર છે. સાથે જ તેણે આ સ્ટોરીમાં પોતાના મોંઢા પાસે એક થર્મોમીટરની ઇમોજી પણ મૂકી છે, જે દર્શાવે ચે કે દીપિકાને ફીવર છે અને તે હજી રેસ્ટ કરી રહી છે.



Deepika Padukone


તેણે આ તસવીર પર એક કૅપ્શન પણ આપ્યું છે અને લખ્યું છે, "જ્યારે તમે તમારી બેસ્ટ ફ્રેન્ડના લગ્નમાં વધારે જ એન્જૉય કરી લો." તેની આ પોસ્ટ પછી ચાહકો તેના સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા હશે. શક્ય છે કે વધારે થાક અને ખાવા-પીવાનો શેડ્યૂલ બગડી ગયા પછી તેને તાવ આવી ગયો છે. જણાવીએ કે દીપિકાએ તાજેતરમાં જ પોતાની ફ્રેન્ડના લગ્નમાં હાજરી આપી હતી, જેમાં પતિ રણવીર સિંહે પણ ખૂબ જ મસ્તી કરી હતી.


આ પણ વાંચો : કેઝ્યુઅલ આઉટિંગ માટે આ ગુજરાતી અભિનેત્રીઓના લૂક્સને કરો ટ્રાય,લાગશો એકદમ સ્ટનિંગ

દીપિકાના વર્કફ્રન્ટની વાત કરીએ તો દીપિકા પાદુકોણ ટૂંક સમયમાં જ ફિલ્મ છપાક અને 83માં દેખાવાની છે. 'છપાક'માં અભિનેત્રી એસિડ અટેક વિક્ટિમનું પાત્ર ભજવશે. સાથે જ તે '83'માં તે કપિલ દેવનું પાત્ર ભજવતાં રણવીર સિંહની પત્નીનું પાત્ર ભજવશે. લગ્ન પછી પહેલી વાર રણવીર અને દીપિકા એકસાથે દેખાશે અને દીપિકા તેની પત્ની બનશે.

Whatsapp-channel Whatsapp-channel

11 November, 2019 05:03 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK