છપાકને રિસ્કી ફિલ્મ નથી માનતી દીપિકા પાદુકોણ

Published: Jan 03, 2020, 17:20 IST | Mumbai Desk

હું અત્યાર સુધી સ્ક્રીન પર જેવી દેખાતી આવી છું એના કરતાં તદ્દન અલગ દેખાવાની છું. લોકોએ કદી પણ મને આ લુકમાં નથી જોઈ.’

દીપિકા પાદુકોણ તેની ‘છપાક’ને રિસ્કી ફિલ્મ નથી ગણતી. ૧૦ જાન્યુઆરીએ રિલીઝ થનારી આ ફિલ્મ દ્વારા ઍસિડ-અટૅક સર્વાઇવર લક્ષ્મી અગરવાલના જીવન પર પ્રકાશ પાડવામાં આવશે. ફિલ્મમાં દીપિકાનો લુક અલગ છે. એથી તેના લુકને જોતાં શું આ ફિલ્મ તેને રિસ્કી લાગે છે એવું પૂછવામાં આવતાં એનો જવાબ આપતાં દીપિકાએ કહ્યું હતું કે ‘ના, એવું કશું જ નથી. મારો દેખાવ, જે રીતે હું સ્ક્રીન પર દેખાવાની છું એને લઈને મારા દિમાગમાં આવી કોઈ બાબત નથી આવી. ખરું કહું તો આ ફિલ્મ દ્વારા અમે એ જ વસ્તુને દેખાડવા માગતા હતા. સુંદરતા શું છે એની કલ્પના માટે અમે સૌએ એક આઇડિયા તૈયાર કરી રાખ્યો હતો. એ જ વસ્તુને અમે પડકાર આપવા માગતા હતા. મેં એ બાબતનો કદી પણ વિચાર નથી કર્યો કે લોકો શું વિચારશે કે ચર્ચા કરશે, કારણ કે હું અત્યાર સુધી સ્ક્રીન પર જેવી દેખાતી આવી છું એના કરતાં તદ્દન અલગ દેખાવાની છું. લોકોએ કદી પણ મને આ લુકમાં નથી જોઈ.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK