Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Deepika Padukoneએ નવા વર્ષે ડિલીટ કરી પોતાની બધી પોસ્ટ, અકાઉન્ટ ખાલી

Deepika Padukoneએ નવા વર્ષે ડિલીટ કરી પોતાની બધી પોસ્ટ, અકાઉન્ટ ખાલી

01 January, 2021 12:06 PM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

Deepika Padukoneએ નવા વર્ષે ડિલીટ કરી પોતાની બધી પોસ્ટ, અકાઉન્ટ ખાલી

તસવીર સૌજન્ય જાગરણ

તસવીર સૌજન્ય જાગરણ


બૉલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ હાલ પતિ અને બૉલીવુડ એક્ટર રણવીર સિંહ સાથે રાજસ્થાન જયપુરમાં 'ન્યૂ યર 2021' ઉજવી રહી છે. આ દરમિયાન અભિનેત્રીએ એક ચોંકાવનારું પગલું લીધું છે. દીપિકા પાદુકોણના બધા સોશિયલ મીડિયા અકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, ફેસબુક ખાલી થઈ ગયા છે. હા, દીપિકાના બધાં સોશિયલ મીડિયા પરથી તેની બધી પોસ્ટ ડિલીટ થઈ ગઈ છે જે ખરેખર ચોંકાવનારી છે.

એટલું જ નહીં દીપિકાના અકાઉન્સ્ટ્સ પરથી પોસ્ટ ડિલીટ થવાની સાથે તેનો પ્રૉફાઇલ ફોટો પણ બદલાઇ ગયો છે. જ્યાં બધા સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ પર તેનો પ્રૉફાઇલ ફોટો દેખાતો હતો. ત્યાં હવે તેના બદલે 'ઇન્ડિયા ટુડે' મેગઝીનનો કવર ફોટો લાગેલો જોવા મળે છે. હવે એક્ટ્રેસે આ બધી પોસ્ટ પોતે ડિલીટ કરી છે કે તેના અકાઉન્ટ્સ હૅક થઈ ગયા છે, કે તેની આ પોતાની કોઇક અપકમિંગ ફિલ્મનું પ્રમોશન કરવાની કોઇ રીત છે. આ તો પછી જ ખબર પડશે. પણ હાલ ચાહકો માટે આ શૉકિંગ ન્યૂઝ છે. કારણકે દીપિકા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી હોય છે.



પોતાની તસવીરો અને વીડિયોઝ શૅર કર્યા સિવાય દીપિકા ઘણીવાર પતિ રણવીર સિંહની પોસ્ટ પર કોમેન્ટ કરવાને કારણે પણ ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ લૉકડાઉન દરમિયાન દીપિતાએ પોતાના ઘરના કામ સાથે જોડાયેલી કેટલીક પોસ્ટ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી હતી જે ખૂબ જ વાયરલ થઈ હતી. એવામાં હવે ચાહકો દીપિકાના સ્ટેટમેન્ટની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે કે આખરે થયું શું? જણાવવાનું કે દીપિકા પાદુકોણને ઇન્સ્ટાગ્રામ પર 52 મિલિયનથી વધારે લોકો ફૉલો કરે છે. તો ટ્વિટર અને ફેસબુક પર પણ તેના ઘણાં ફૉલોઅર્સ છે.


દીપિકાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો એક્ટ્રેસ આ વર્ષે રણવીર સિંહ સાથે ફિલ્મ '83'માં દેખાવાની છે. આ ફિલ્મ 1983ની વર્લ્ડ કપ વિજેતા ટીમ ઇન્ડિયા પર આધારિત છે. ફિલ્મમાં રણવીર સિંહ કપિલ દેવની ભૂમિકામાં દેખાશે તો દીપિકા તેની વાઇફ રોમીનું પાત્ર ભજવશે. જણાવવાનું કે ફિલ્મ 2020 એપ્રિલમાં રિલીઝ થવાની હતી, પણ કોરોનાવાયરસને કારણે ફિલ્મ હૉલ્ટ પર છે અને હવે ફિલ્મ 2021માં રિલીઝ થશે.


Whatsapp-channel Whatsapp-channel

01 January, 2021 12:06 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK