દીપિકા પાદુકો‌ણે ઍરપોર્ટ પર કેક કટ કરી

Published: Jan 06, 2020, 15:42 IST | Mumbai Desk

દીપિકા એ ફૅનને અને રણવીરને પણ કેક ખવરાવે છે. ફૅનના ચહેરા પર પણ અનેરી ખુશી જોવા મળી હતી.

દીપિકા પાદુકો‌ણે ગઈ કાલે બર્થ-ડે કેક ઍરપોર્ટ પર કટ કરી હતી. તે રણવીર સિંહ સાથે ઍરપોર્ટ પર હતી. કેક-કટિંગનો અને તેઓ ઍરપોર્ટ પહોંચ્યાં એ વિડિયો હાલમાં વાઇરલ થઈ રહ્યો છે. એક વિડિયોમાં રણવીર કારમાંથી ઊતરે છે અને વાઇફ દીપિકા માટે કારનો દરવાજો ખોલે છે. હાથમાં હાથ પરોવીને તેઓ આગળ વધે છે. તો ત્યાં તેનો ફૅન દીપિકા માટે કેક લઈને ઊભેલો હોય છે. દીપિકા કેક કટિંગ કરે છે અને રણવીર ‘હૅપી બર્થ-ડે’ સૉન્ગ ગાઈ રહ્યો છે. દીપિકા એ ફૅનને અને રણવીરને પણ કેક ખવરાવે છે. ફૅનના ચહેરા પર પણ અનેરી ખુશી જોવા મળી હતી.

ઍસિડ-અટૅક સર્વાઇવર્સની સાથે લખનઉમાં બર્થ-ડે સેલિબ્રેટ કર્યો દીપિકા પાદુકો‌ણે

Deepika celebrated her birthday in Lucknow

દીપિકા પાદુકો‌ણે લખનઉ જઈને ઍસિડ-અટૅક સર્વાઇવર્સની સાથે પોતાનો બર્થ-ડે સેલિબ્રેટ કર્યો હતો. મેઘના ગુલઝાર અને વિક્રાન્ત મૅસી પણ ત્યાં હાજર હતાં. એ સમયે ઍસિડ-અટૅક સર્વાઇવર લક્ષ્મી અગરવાલ પણ હાજર હતી. તેની લાઇફ પર જ ‘છપાક’ બની છે. ૧૦ જાન્યુઆરીએ રિલીઝ થનારી આ ફિલ્મમાં દીપિકા લીડ રોલમાં જોવા મળશે. જે કૅફેમાં જઈને દીપિકાએ પોતાનો બર્થ-ડે સેલિબ્રેટ કર્યો હતો એ કૅફેને ઍસિડ-અટૅક સર્વાઇવર્સ ચલાવે છે. દીપિકાના સ્વાગત માટે લોકોની ભીડ જામી ગઈ હતી. દીપિકાને પોતાની વચ્ચે જોઈને તમામના ચહેરા પર આનંદ છવાઈ ગયો હતો.

હજી બેસ્ટ ફિલ્મ આવવાની બાકી છે : દીપિકા પાદુકો‌ણ
દીપિકા પાદુકો‌ણે જણાવ્યું હતું કે હજી બેસ્ટ ફિલ્મ આવવાની બાકી છે. તેની ઍસિડ-અટૅક સર્વાઇવર લક્ષ્મી અગરવાલનાં જીવન પર બનેલી ‘છપાક’ ૧૦ જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. વિક્રાન્ત મૅસી પણ આ ફિલ્મમાં અગત્યનાં રોલમાં જોવા મળશે. ૨૦૧૩માં તેની ‘ચેન્નઇ એક્સપ્રેસ’, ‘ગોલિયોં કી રાસલીલા: રામલીલા’, ૨૦૧૪માં ‘હૅપી ન્યુ યર’, ૨૦૧૫માં ‘પીકુ’ અને ‘બાજીરાવ મસ્તાની’ રિલીઝ થઈ હતી. ૨૦૧૯માં મળેલી સિદ્ધિઓ વિશે જણાવીએ તો દીપિકાને મુંબઈ ઍકૅડેમી ઑફ મુવીંગ ઇમેજ એટલે કે MAMIની ચૅર પર્સન બનાવવામાં આવી હતી. લંડનનાં મૅડમ ટુસૉમાં તેનું વૅક્સનું સ્ટૅચ્યુ મુકવામાં આવ્યુ હતું. સાથે જ તે કરણ જોહરની ફિલ્મમાં પણ જોવા મળશે. હઝબન્ડ રણવીર સિંહ સાથે ‘83’માં પણ તે જોવા મળવાની છે. તેને પૂછવામાં આવ્યુ હતું કે શું તે ૨૦૧૯ને તેનાં કરીઅરનું બેસ્ટ યર કહેશે. એ વિશે દીપિકાએ કહ્યું હતું કે ‘હું એ વર્ષને એ રીતે નથી આંકવા માગતી. મારા મતે ૨૦૧૩, ૨૦૧૪ અને ૨૦૧૫ બેસ્ટ વર્ષો રહ્યા છે. સમયની સાથે એ વધુ સારા બની રહ્યા છે. હું આગળ વધવા માગું છું, કલાકાર તરીકે મારામાં વિકાસ જોવા માગું છું અને મારી જાતને પડકાર આપવા માગું છું. એથી મારો વિશ્વાસ છે કે બેસ્ટ હજી આવવાનું બાકી છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK