Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > છપાકના સેટ પર ધ્રુસકે ધ્રુસકે રડી હતી દિપીકા, રોકવું પડ્યું હતું શૂટિંગ

છપાકના સેટ પર ધ્રુસકે ધ્રુસકે રડી હતી દિપીકા, રોકવું પડ્યું હતું શૂટિંગ

30 May, 2019 02:58 PM IST | મુંબઈ

છપાકના સેટ પર ધ્રુસકે ધ્રુસકે રડી હતી દિપીકા, રોકવું પડ્યું હતું શૂટિંગ

ફિલ્મ છપાકમાં દીપિકાનો લૂક

ફિલ્મ છપાકમાં દીપિકાનો લૂક


એસિડ અટેક વિક્ટિમ પરની ફિલ્મ છપાકમાં દીપિકા કામ કરી રહી છે. ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. ત્યારે ફિલ્મના સેટ પરથી ખબર આવી છે કે શૂટિંગના પહેલા જ દિવસે જ્યારે દીપિકા મેકઅપ કરીને સેટ પર આવી ત્યારે ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. જેના કારણે થોડી વાર માટે શૂટિંગ રોકવું પડ્યું હતુ. જો કે, દીપિકાએ થોડો ટાઈમ લઈને જેમ-તેમ પોતાની જાતને સંભાળી અને ફરી શૂટિંગ શરૂ કર્યું.

સત્ય ઘટના પર આધારિત છે છપાક
ફિલ્મ છપાકમાં દીપિકા એસિટ અટેક સર્વાઈવર લક્ષ્મી અગ્રવાલની ભૂમિકામાં નજર આવશે. ફિલ્મમાં તેનું નામ માલતી છે. ફિલ્મ એક રિઅલ લાઈફ ઈમોશનલ સ્ટોરી પર આધારિત છે. આ જ કારણે એક ઈમોશનલ સીનના શૂટિંગ દરમિયાન દીપિકા પોતાની જાતને સંભાળી ન શકી અને તે રડવા લાગી.




દીપિકા ફિલ્મની નિર્માત્રી પણ છે
દીપિકા આ ફિલ્મથી ફિલ્મ નિર્માણની દુનિયામાં પણ કદમ રાખી રહી છે. તે આ ફિલ્મને પ્રોડ્યુસ પણ કરી રહી છે. દીપિકાના પ્રમાણે આ એ કહાની છે જેને કહેવી જરૂરી છે. મહત્વનું છે કે જ્યારે લક્ષ્મીના કિરદારમાં દીપિકાનો પહેલો લૂક સામે આવ્યો હતો તો તેના ચાહકો દંગ રહી ગયા હતા. મેઘના ગુલઝારની ફિલ્મ છપાક 10 જાન્યુઆરી 2020ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.


આ પણ વાંચોઃ દીપિકા પાદુકોણ અને ઐશ્વર્યા રાય બની અમુલ ગર્લ્સ !!

શું છે રીઅલ કહાની?
ફિલ્મ છપાકની કહાનીની વાત કરીએ તો વર્ષ 2005માં લક્ષ્મી પર એક યુવાને એ સમયે એસિડ ફેક્યું હતું જ્યારે તે સ્કૂલેથી પોતાના ઘરે પાછી ફરી રહી હતી. આ શખ્સ લક્ષ્મીથી ઉંમરમાં બેગણો હતો. અને તેણે એટલા માટે લક્ષ્મી પર હુમલો કર્યો હતો કારણ કે તેણે એ યુવાનનું પ્રપોઝલ ઠુકરાવી દીધું હતું. આ હુમલા બાદ લક્ષ્મી 2 મહિના સુધી હૉસ્પિટલમાં હતી અને તેણે અનેક સર્જરી કરાવવી પડી હતી.


Whatsapp-channel Whatsapp-channel

30 May, 2019 02:58 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK