મેગા આઇકૉન્સ સીઝન 2માં જાણી-અજાણી વાતો પર પ્રકાશ પાડશે દીપિકા પાદુકોણ, એ. આર. રહમાન અને રતન તાતા

Published: Sep 13, 2020, 17:03 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

આ શોનો પ્રીમિયર ૨૦ સપ્ટેમ્બરે યોજાવોનો છે

રતન તાતા, દીપિકા પાદુકોણ, એ. આર. રહમાન
રતન તાતા, દીપિકા પાદુકોણ, એ. આર. રહમાન

નૅશનલ જ્યૉગ્રાફિકની ‘મેગા આઇકૉન્સ સીઝન 2’માં જાણીતી સેલિબ્રિટીઝ જેવી કે દીપિકા પાદુકોણ, એ. આર. રહમાન અને રતન તાતા સહિત અનેક ફેમસ લોકો પોતાના જીવનના અનુભવો શૅર કરશે. આ શોનો પ્રીમિયર ૨૦ સપ્ટેમ્બરે યોજાવોનો છે. દીપિકા જે એપિસોડમાં દેખાવાની છે એમાં તેનો હસબન્ડ રણવીર સિંહ તેની વાઇફ વિશે વાત કરતો જોવા મળશે. શોના ટીઝરમાં રણવીર સિંહ કહી રહ્યો છે કે ‘તે એક પ્રકારના ઇમોશનલ તબક્કામાંથી પસાર થતી હતી. એના વિશે તો તેને પણ જાણ નહોતી. તેની અંદર એ વિકસિત થતું હતું. તેના પર્ફોર્મન્સમાં પણ એ દેખાતું હતું.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK