Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દીપિકા પાદુકોણના ચાહકો માટે મોટી ખુશખબરી, આ દિવસે થશે રિલીઝ...

દીપિકા પાદુકોણના ચાહકો માટે મોટી ખુશખબરી, આ દિવસે થશે રિલીઝ...

31 December, 2019 05:44 PM IST | Mumbai Desk

દીપિકા પાદુકોણના ચાહકો માટે મોટી ખુશખબરી, આ દિવસે થશે રિલીઝ...

દીપિકા પાદુકોણના ચાહકો માટે મોટી ખુશખબરી, આ દિવસે થશે રિલીઝ...


બોલીવુડની ખૂબ જ સુંદર અને ટેલેન્ટેડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ હાલ પોતાની અપકમિંગ મૂવી 'છપાક'ને લઈને ખૂબ જ ચર્ચામાં છે. 'છપાક' ફિલ્મ રિયલ ઘટના પર આધારિત છે. આ ફિલ્મ દિલ્હીની રહેનારી એસિડ સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલના જીવન પર આધારિત છે. ફિલ્મમાં દીપિકા પાદુકોણ લક્ષ્મી અગ્રવાલનો રોલ પ્લે કરી રહી છે. ફિલ્મને લઈને દીપિકાના ચાહકો ખૂબ જ એક્સાઇટેડ છે. હવે તો તેમના ચાહકો માટે હજી મોટા સમાચાર છે. જણાવીએ કે દીપિકાની ફિલ્મ 'છપાક'ને સેન્સર બોર્ડ તરફથી U certificate મળી ગયું છે.




લગ્ન પછી અત્યાર સુધી દીપિકાની એક પણ ફિલ્મ રિલીઝ થઈ નથી. છેલ્લે દીપિકા સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવત'માં દેખાઇ હતી. તો 2018 નવેમ્બરમાં રણવીર સિંહ સાથે લગ્ન પછી થોડોક સમય તેણે પોતાની પર્સનલ લાઇફ એન્જૉય કરી. હવે લગભગ એક વર્ષ પછી એટલે કે વર્ષ 2020માં તેની ફિલ્મ 'છપાક' રિલીઝ થશે. ફિલ્મ 'છપાક' 10 જાન્યુઆરીના રિલીઝ થવા જઈ રહી છે. તો હવે સેન્સર બૉર્ડ તરફથી ફિલ્મને U certificate પણ મળી ગયું છે. ફિલ્મમાં દીપિકાના પાત્રનું નામ માલતી છે.

આ પણ વાંચો : Shital Antani : જાણો પત્રકાર પોપટલાલના ગોર્જિયસ 'સાસુ' વિશે


દીપિકાની આ ફિલ્મને લઈને એવા કયાસ લગાવવામાં આવી રહ્યા છે કે 'છપાક' ફિસ પર સારું બિઝનેસ કરશે. આવું એટલા માટે પણ સમજવામાં આવી રહ્યું છે કારણકે ફિલ્મના સેન્સર બૉર્ડ તરફથી U certificate મળી ગયું છે જણાવીએ કે Central Board of Film Certification (CBFC) U સર્ટિફિકેટ તે ફિલ્મોને આપે છે જે તે દરેક દર્શક વર્ગ માટે જોવા લાયક માનતું હોય. આ સર્ટિફિકેટ મળવાનો ફાયદો એ થાય છે કે ફિલ્મની ઑડિયન્સ અને ફુટફૉલ વધી જાય છે. ફિલ્મમાં દીપિકા સિવાય એક્ટર વિક્રાંત મેસી મુખ્ય રોલમાં છે. 'છપાક'માં લક્ષ્મી અગ્રવાલના જીવનના તે સંઘર્ષને બતાવવામાં આવ્યો છે જેની કલ્પના માત્રથી જ કોઇપણ હલબલી જાય.

Whatsapp-channel Whatsapp-channel

31 December, 2019 05:44 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK