વૃદ્ધાવસ્થામાં આવી દેખાશે દીપિકા અને રણવીરની જોડી, જુઓ તસવીર

Published: Jul 16, 2019, 14:24 IST | મુંબઈ

જ્યારે રણવીર સિેંહ અને દીપિકા પાદુકોણ 80 વર્ષના થશે તો કેવા લાગશે?

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ

બૉલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની જોડી હંમેશા ચર્ચામાં રહે છે. બન્ને સ્ટાર્સના ફેન્સ આ જોડીને પસંદ કરે છે અને એમની તસવીરો ઈન્સ્ટાગ્રામ, ફેસબુક પર વાયરલ થતી રહે છે. એમના ફૅનપેજ સતત એક્ટર અને એક્ટ્રેસની તસવીરો પોસ્ટ કરતા રહે છે. આ બધાની વચ્ચે રણવીર-દીપિકાના ફૅનક્લબ પર કપલની એક ફોટો વાયરલ થઈ રહી છે.

આ તસવીર બન્નેની કોઈ કૉમન તસવીર નથી, પરંતુ એમાં દર્શાવવામાં આવ્યું છે કે જ્યારે રણવીર સિેંહ અને દીપિકા પાદુકોણ 80 વર્ષના થશે તો કેવા લાગશે? આ એક એડિટેડ તસવીર છે, જે કોઈ ફૅન પેજએ અપલોડ કરી છે. આ તસવીરમાં બન્નેને ઓલ્ડ એજ લૂક દર્શાવવામાં આવ્યા છે અને કહેવામાં આવી રહ્યું છે કે ઘણા વર્ષો બાદ બૉલીવુડની આ ટ્રેન્ડિંગ જોડી કેવી જોવા મળશે.

ગયા વર્ષે લગ્નના બંધનમાં બંધાયેલા દીપિકા અને રણવીર એવા કપલ છે, જે હંમેશા ટ્રેન્ડમાં રહે છે. આ તસવીર કોઈ ફૅને એજ ઓલ્ડ ફિલ્ટરનો ઉપયોગ કરીને બનાવી છે. જણાવી દઈએ કે જે તસવીરને એડિટ કરી છે, તે દીપિકા અને રણવીરના રિસેપ્શન પાર્ટીની તસવીર છે. તસવીરમાં દીપિકાના ચહેરા પર કરચલી દેખાઈ રહી છે અને રણવીરની દાઢી અને વાળ સફેદ થઈ ગયા છે.

એની પહેલા સોનમ કપૂરની પણ એવી જ તસવીર વાયરલ થઈ રહી હતી. સોનમ કપૂરે એક ફોટો શૅર કર્યો હતો, જે એમના ફૅને એમના માટે એડિટ કરી હતી. આ ફોટોમાં દર્શાવવમાં આવ્યું છે કે જ્યારે સોનમ કપૂર વૃદ્ધ થઈ જશે, તો તે કેવી દેખાશે?

આ પણ વાંચો : એક-બે કરોડ નહીં, પરંતુ DIDમાં એક શૉ માટે આટલી ફીઝ લે છે કરીના

સોશિયલ મીડિયા પર લોકો એને ઘણી શેર કરી રહ્યા છે અને એના પર પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. જો રણવીર સિંહની વાત કરીએ તો આ સમયે 83ની શૂટિંગમાં વ્યસ્ત છે, જેમાં તે ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટેન કપિલ દેવની ભૂમિકા ભજવશે. 83 બાદ તે તખ્તની શૂટિંગ શરૂ કરશે. જ્યાં દીપિકા પાદુકોણ છપાકમાં નજર આવવાની છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK