દીપિકા અને ડિમ્પલની મિત્રતા બની રહી છે ગાઢ

Published: 5th August, 2012 04:33 IST

રાજેશ ખન્નાના મૃત્યુ વખતે ડિમ્પલને મળ્યો નવી બેસ્ટ ફ્રેન્ડનો સધિયારો

dimpal-deeikaડિમ્પલ કાપડિયા અને દીપિકા પાદુકોણે ‘કૉકટેલ’માં સાથે કામ કર્યું હતું અને આ ફિલ્મમાં કામ કરતી વખતે બન્ને વચ્ચે સારી મિત્રતા થઈ ગઈ હતી અને તેમની આ ફ્રેન્ડશિપ દિવસે ને દિવસે વધારે ગાઢ બનતી જાય છે. તાજેતરમાં જ્યારે ડિમ્પલના પતિ રાજેશ ખન્નાનું અવસાન થયું ત્યારે દીપિકાએ તેને બહુ સધિયારો આપ્યો હતો અને રાજેશ ખન્નાની ચૌથાની વિધિમાં પણ તે સતત ડિમ્પલની સાથે ને સાથે જોવા મળી હતી. ડિમ્પલ સાથેના પોતાના સંબંધો વિશે વાત કરતાં દીપિકા કહે છે, ‘એ વાત સાચી છે કે હું અને ડિમ્પલજી એકબીજાની બહુ નજીક આવી ગયાં છીએ. ‘કૉકટેલ’ના શૂટિંગ વખતે તેમણે મારું બહુ ધ્યાન રાખ્યું હતું અને મેં પણ તેમના દુ:ખના સમયમાં શક્ય એટલી સાંત્વના આપવાનો પ્રયાસ કર્યો હતો.’

દીપિકાને જ્યારે તેના એક્સ-બૉયફ્રેન્ડ રણબીર કપૂર સાથેની આગામી ફિલ્મ ‘યે જવાની હૈ દીવાની’ વિશે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેણે આ મુદ્દે કંઈ પણ કહેવાની ના પાડી દીધી હતી, પણ તે રજનીકાન્ત સાથેની પોતાની નેક્સ્ટ રિલીઝ માટે બહુ ઉત્સાહી છે. રજનીકાન્ત સાથેની પોતાની ફિલ્મ વિશે વાત કરતાં દીપિકા કહે છે, ‘તામિલ ફિલ્મ ‘કોચાડૈયાન’માં રજનીસર સાથે કામ કરવાનો અનુભવ બહુ જ સારો રહ્યો. તેમની હાજરીને કારણે સેટ પર જે એનર્જી છવાઈ જાય છે એ અદ્ભુત છે. શૂટિંગમાં તેમની બીમારી ક્યારેય બાધારૂપ નહોતી બની. હું કદાચ તામિલ ‘કોચાડૈયાન’ માટે ડબિંગ પણ કરું. જોકે એ વાત અલગ છે કે મને હજી એ ભાષા નથી આવડતી. એ માત્ર તામિલ ફિલ્મ નથી, પણ ભારતીય પ્રોડક્શન હાઉસે બનાવેલી મોટી ઇન્ટરનૅશનલ ફિલ્મ છે.’

થોડા સમય પહેલાં ચર્ચા હતી કે દીપિકાને તેના એક્સ-બૉયફ્રેન્ડ સિદ્ધાર્થ માલ્યાએ તેને પ્રભાદેવી ખાતેનો લક્ઝુરિયસ ફ્લૅટ ગિફ્ટમાં આપ્યો છે. જોકે દીપિકા આ વાતનો સ્પષ્ટ ઇનકાર કરતાં કહે છે, ‘મને કોઈએ ગિફ્ટમાં ફ્લૅટ આપ્યો છે અને હું હવે સંબંધોના અંત પછી એને વેચી નાખવાની છું જેવી ચર્ચાઓ સાંભળીને મને ભારે ઇન્સલ્ટની લાગણી થાય છે. આ મારી મહેનતનું અપમાન છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK