દીપિકા પાદુકોણે વૉર જોઇને હ્રિતિકની તુલના કરી 'Death By Chocolate' સાથે

Published: Dec 01, 2019, 20:08 IST | Mumbai Desk

જેવું દીપિકાએ આ ટ્વીટ કર્યું. ચાહકો હ્રિતિક રોશન અને દીપિકા પાદુકોણને એકબીજા સાથે રોમેન્ટિક ફિલ્મ કરવાની રિક્વેસ્ટ કરવા લાગ્યા.

ફિલ્મ અભિનેત્રી દીપિકા પાદુકોણે આખરે હ્રિતિક રોશનની ફિલ્મ વૉર જોઇ લીધી છે અને હવે તે ફિલ્મમાં હ્રિતિક રોશનની હૉટનેસ જોઇને ફિદા થઈ છે અને તેની તુલના ચૉકલેટ કેક સાથે કરી દીધી છે. હ્રિતિક રોશન અને તેની પર્સનાલિટીના લોકો દીવાના છે. હવે તેના ચાહકોની લિસ્ટમાં દીપિકા પાદુકોણનું નામ પણ જોડાઇ ગયું છે. આ નામ ફિલ્મ અભિનેત્રી દીપિકા પાદુકોણનું છે. બધાં જ જાણે છે કે ફિલ્મ વૉરમાં હ્રિતિક રોશનની બૉડી અને એક્ટિંગ જોઇને બધાં તેના દિવાના થયા હતા.

હવે મોડેથી ભલે પણ દીપિકા પાદુકોણનું નામ પણ આ લિસ્ટમાં સામેલ થઈ ગયું છે. પોતાના ટ્વિટર અકાઉન્ટ પર દીપિકાએ હ્રિતિક રોશનના વખાણ કરતાં એક ટ્વીટ કર્યું છે.

 
 
 
View this post on Instagram

. What about the war within? There is no war within . But then the look in his eyes gives it all away . . K.A.B.I.R

A post shared by Hrithik Roshan (@hrithikroshan) onOct 16, 2019 at 10:08am PDT

તેણે સુપર 30 અભિનેતા રહેલા હ્રિતિક રોશનની તુલના 'ડેથ વાય ચૉકલેટ' નામના ચૉકલેટ કેક સાથે કરતાં લખ્યું, 'WARમાં હ્રિતિક રોશન કૉનર હાઉસના 'ડેથ બાય ચૉકલેટ' જેવો લાગે છે. બસ કહું છું...'

તેના પછી તેણે આમાં એક ઇમોટિકૉન જોડ્યું. જેવું દીપિકાએ આ ટ્વીટ કર્યું. ચાહકો હ્રિતિક રોશન અને દીપિકા પાદુકોણને એકબીજા સાથે રોમેન્ટિક ફિલ્મ કરવાની રિક્વેસ્ટ કરવા લાગ્યા.

ફરાહ ખાનના નિર્દેશનમાં બનનારી ફિલ્મ 'સત્તે પે સત્તા'ની રીમેકમાં હ્રિતિક અને દીપિકા એકસાથે દેખાવાની ચર્ચા હતી પણ પછી ખબર પડી કે હ્રિતિકે આ ફિલ્મ માટે ના પાડી દીધી છે.

આ પણ વાંચો : સની લિયોનીનો ફ્લોરલ બિકિનીમાં સેક્સી લૂક સોશિયલ મીડિયા પર વાયરલ

એવું લાગે છે કે ચાહકોને મોટા પડદા પર તેમને સાથે જોવા માટે હજી થોડી રાહ જોવાની છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો દીપિકા પાદુકોણ પોતાની આગામી ફિલ્મ છપાકની રિલીઝને લઈને તૈયાર છે. આનું નિર્દેશન મેઘના ગુલઝારે કર્યું છે તો બીજી તરફ હ્રિતિક રોશન છેલ્લે ફિલ્મ વૉરમાં જોવા મળ્યો હતો. ફિલ્મ વૉરમાં હ્રિતિક રોશન સિવાય ટાઇગર શ્રૉપ અને વાણી કપૂરની પણ મુખ્ય ભૂમિકા હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK