યુવાઓ માટે પ્રેરણાદાયી છે દીપિકા પાદુકોણની ફિલ્મી સફર, આ રીતે કર્યું ડેબ્યૂ

Published: Aug 23, 2019, 20:34 IST

ફિલ્મ અભિનેત્રી દીપિકા પાદુકોણ એવા યુવાઓ અને યુવતીઓ માટે પ્રેરણાદાયી છે જે ફિલ્મોમાં કરિઅર બનાવા ઈચ્છતા હોય છે. ફિલ્મોમાં સતત કામ ન મળવાના કારણે હતાશ થનારા યુવા-યુવતીઓ માટે દીપિકાની ફિલ્મી સફર ઘણી પ્રેરણા પૂરી પાડશે

ફિલ્મ અભિનેત્રી દીપિકા પાદુકોણ એવા યુવાઓ અને યુવતીઓ માટે પ્રેરણાદાયી છે જે ફિલ્મોમાં કરિઅર બનાવા ઈચ્છતા હોય છે. ફિલ્મોમાં સતત કામ ન મળવાના કારણે હતાશ થનારા યુવા-યુવતીઓ માટે દીપિકાની ફિલ્મી સફર ઘણી પ્રેરણા પૂરી પાડશે. દીપિકા પાદુકોણે તેની ફિલ્મી સફર એક ઈન્ટરવ્યૂમાં શૅર કરી હતી. દીપિકા પાદુકોણ કહ્યું કે, કઈ રીતે તેને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી મળી. દીપિકા પાદુકોણે એક્ટ્રેસ બનવા માટે કોઈ પણ ટ્રેનિંગ લીધી નથી અને કોઈ તેમનું માર્ગદર્શક પણ બન્યું નહી.

 
 
 
View this post on Instagram

A post shared by Deepika Padukone (@deepikapadukone) onJul 27, 2019 at 7:21am PDT

વોગ મેગેજીનને ઈન્ટરવ્યૂ આપતા દીપિકા પાદુકોણે આ વાતો કહી હતી. દીપિકા પાદુકોણે કહ્યું કે, 'એક્ટ્રેસ બનવા માટે મે કોઈ પણ ટ્રેનિંગ નથી લીઘી અને મારું કોઈ માર્ગદર્શક પણ ન હતું. શરુઆતમાં હું કેટલીક વખત નિષ્ફળ રહી. જો કે વ્યક્તિગત અને વ્યવાસિયક દ્રઢ સંકલ્પના કારણે હું પાછળ ખસી નહી અને પોતાને પ્રોત્સાહિત કરતી રહી.' ઈન્ટરવ્યૂ દરમિયાન દીપિકા પાદકોણે તેની યાદો તાજા કરી હતી અને જૂની વાતોને યાદ કરી હતી.

આ પણ વાંચો: બાળપણમાં આવા લાગતા હતા આપણા બોલીવુડ સ્ટાર્સ

વોગ સાથેના ઈન્ટરવ્યૂમાં દીપિકા પાદુકોણે એમ પણ કહ્યું કે સૌથી સારી વાત તેની સફળતાની એ છે કે આટલા સફળ થયા પછી પણ લોકો તેમને એમ કહે કે તેનામાં કોઈ બદલાવ આવ્યો નથી. દીપિકા પાદુકોણે રણીવર સિંહ સાથે લગ્ન કર્યા છે અને હાલ તેની આગામી ફિલ્મ 'છપાક'ની તૈયારી કરી રહી છે. આ સિવાય વર્લ્ડ કપ 1983ની જીત પર બની રહેલી ફિલ્મ '83માં કપિલ દેવની પત્નીના રોલમાં જોવા મળશે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK