મોડી રાત્રે રણબીર કપૂર અને દીપિકા પાદુકોણ સાથે થયા સ્પોટ !

Published: Jul 20, 2019, 14:29 IST

લાંબા સમય પહેલા બ્રેકઅપ પછી ફરી એકવાર મોડી રાત્રે રણબીર કપૂર અને દીપિકા પાદૂકોણ એક સાથે જોવા મળ્યા હતાં. શુક્રવાર મોડી રાત્રે દીપિકા અને રણબીર ડિરેક્ટર લવ રંજનના ઘરની બહાર જોવા મળ્યાં હતા

રણબીર કપૂર અને દીપિકા પાદુકોણ સાથે થયા સ્પોટ
રણબીર કપૂર અને દીપિકા પાદુકોણ સાથે થયા સ્પોટ

લાંબા સમય પહેલા બ્રેકઅપ પછી ફરી એકવાર મોડી રાત્રે રણબીર કપૂર અને દીપિકા પાદૂકોણ એક સાથે જોવા મળ્યા હતાં. રણબીર કપૂર અને દીપિકા પાદૂકોણ મોડી રાત્રે એક સાથે કેમેરામાં કેદ થયા હતા માનવામાં આવી રહ્યું છે કે, રણબીર કપૂર અને દીપિકા પાદૂકોણ ફરી એકવાર સિલ્વર સ્ક્રિન પર સાથે જોવા મળી શકે છે.

શુક્રવાર મોડી રાત્રે દીપિકા અને રણબીર ડિરેક્ટર લવ રંજનના ઘરની બહાર જોવા મળ્યાં હતા. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, જોડી ફરી એકવાર સાથે જોવા મળશે. આ પહેલા દીપિકા પાદૂકોણ અને રણબીર બચના એ હસીનો, યે જવાની હૈ દિવાની અને તમાશામાં સાથે જોવા મળી રહ્યાં છે.

લવ રંજન આ પહેલા પ્યાર કા પંચનામા ફિલ્મ ડિરેક્ટ કરી ચૂક્યા છે. ત્યારબાદ લવ રંજન સોનૂ કી ટીટૂ કી સ્વીટી ડિરેક્ટ કરી હતી જેણે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી. દીપિકા અને રણબીરના સાથે સ્પોટ થયા બાદ માનવામાં આવી રહ્યું છે કે, લવ રંજનની ફિલ્મમાં બન્ને એકસાથે જોવા મળી શકે છે. હાલ ફિલ્મને લઈને કોઈ સ્પષ્ટતા નથી પણ આ મુલાકાતો પછી બન્ને સાથે જોવા મળી શકે તેવી સંભાવના છે.

આ પણ વાંચો: જુઓ તારક મહેતાના ટીમની રીયલ લાઇફ ફેમિલી

હાલ રણબીર કપૂર તેની આગામી ફિલ્મ બ્રહ્માસ્ત્ર અને શમસેરાને લઈને વ્યસ્ત જોવા મળી રહ્યો છે જ્યારે દીપિકા પાદૂકોણ મેઘના ગુલઝારની ફિલ્મ છપાકમાં એસિડ અટેક પીડિતા લક્ષ્મી અગ્રવાલનો રોલ નિભાવી રહી છે. ફિલ્મ '83માં દીપિકા પાદૂકોણ કપિલ દેવની પત્નીની ભૂમિકા ભજવશે. કપિલ દેવની ભૂમિકા રણવીર સિંહ ભજવી રહ્યા છે જે 10 એપ્રિલ 2020માં આવશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK