ઇન્સ્ટાગ્રામ પર ત્રણ કરોડ ફૉલોઅર્સ થયા દીપિકાના

Published: 28th December, 2018 08:10 IST

દીપિકા પાદુકોણના ઇન્સ્ટાગ્રામ પર 30 મિલિયન એટલે કે ત્રણ કરોડથી વધુ ફૉલોઅર્સ થઈ ગયા છે

દીપિકા પાદુકોણ
દીપિકા પાદુકોણ

પ્રિયંકા ચોપડા બાદ દીપિકા પહેલી હિરોઇન છે જેના આટલા ફૉલોઅર્સ છે. દીપિકા ‘પદ્માવત’ અને રણવીર સિંહ સાથેનાં લગ્નને લઈને સોશ્યલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં રહી છે. તેના હાલમાં 3,00,16,681 ફૉલોઅર્સ છે. ફૉલોઅર્સનો આભાર માનતાં મૂનવૉક ડાન્સ કરતો વિડિયો શૅર કરી દીપિકાએ લખ્યું હતું કે 'moonwalking into 30 million. Thank You for the love!!!'

દીપિકાને મારા પર ગર્વ છે : રણવીર સિંહ

રણવીર સિંહનું કહેવું છે કે પત્ની દીપિકા પાદુકોણને તેના પર ગર્વ છે. રણવીર અને દીપિકાએ નવેમ્બરમાં ઇટલીમાં લગ્ન કર્યાં હતાં અને એણે સોશ્યલ મીડિયા પર ખૂબ જ ઉત્સુકતા જગાડી હતી. લગ્ન બાદ રણવીર હાલમાં તેની ‘સિમ્બા’ના પ્રમોશનમાં વ્યસ્ત હતો, જે આજે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં રણવીર સંગ્રામ ભાલેરાવનું પાત્ર ભજવી રહ્યો છે, જેને સિમ્બા તરીકે ઓળખવામાં આવતો હોય છે. ‘સિમ્બા’ જોયા બાદ દીપિકાના રીઍક્શન વિશે પૂછતાં રણવીરે કહ્યું હતું કે ‘દીપિકાને મારા પર ખૂબ ગર્વ છે. દીપિકાની સાથે રોહિત શેટ્ટી સરને પણ મારા પર ખૂબ જ ગર્વ છે. તેણે રોહિત સરને ઘણાં કૉમ્પ્લીમેન્ટ્સ આપ્યાં હતાં. એથી મને લાગે છે કે તેણે મારાં ખૂબ જ વખાણ કર્યાં છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK