એસિડ અટેક સર્વાઇવરના રૂપમાં નથી ઓળખાઈ રહી દીપિકા, તમે પણ જુઓ તસવીર

મુંબઈ | Apr 08, 2019, 12:08 IST

દીપિકા જલ્દી જ ફિલ્મ છપાકમાં નજર આવશે. જે એસિડ અટેક સર્વાઈવરની કહાની પર આધારિત છે.

એસિડ અટેક સર્વાઇવરના રૂપમાં નથી ઓળખાઈ રહી દીપિકા, તમે પણ જુઓ તસવીર
છપાકમાં દીપિકાનો લૂક(તસવીર સૌજન્યઃ દીપિકા પાદુકોણ ઈન્સ્ટાગ્રામ)

ઓમ શાંતિ ઓમથી પોતાની કારકીર્દિની શરૂઆત કરનાર દીપિકા પાદુકોણ હાલ પોતાની અપકમિંગ ફિલ્મ છપાકનું શૂટિંગ કરી રહી છે. હાલમાં જ ફિલ્મના સેટ પકથી દીપિકાની એક તસવીર લીક થઈ છે. જેમાં દીપિકાનો લૂક જોવા મળી રહ્યો છે.

ફિલ્મના સેટ પરથી વારંવાર તસવીરો સામે આવી રહી છે. આ પહેલા પણ દિલ્હીમાં શૂટિંગ કરતા સમયે દીપિકાની તસવીરો વાયરલ થઈ હતી. આ નવા ફોટોમાં દીપિકા બ્લૂ શર્ટમાં નજર આવી રહી છે.

deepika in chhapak


તસવીરમાં દીપિકાના ચહેરા પર અલગ અલગ સ્પૉટ નજર આવી રહ્યા છે. પરંતુ તેનું હાસ્ય અને સકારાત્મકતા પણ નજરે આવી રહી છે. ફિલ્મનું શૂટિંગ દિલ્હીમાં ચાલી રહ્યું છે અને કેટલાક દિવસો પહેલા જ્યારે દીપિકા તેના આ લૂકમાં જોવા મળી ત્યારે ચાહકોએ તેને ઘેરી લીધી હતી. તેની એક ઝલક જોવા માંગતા હતા. ફિલ્મમાં દીપિકા એક એવી યુવતીની ભૂમિકામાં છે જેના પર તેજાબથી હુમલો કરવામાં આવ્યો હતો. અને તે તેની સામે લડત આપે છે.

આ ફિલ્મના માધ્યમથી દીપિકા પાદુકોણ પ્રોડક્શનમાં પણ કદમ રાખવા જઈ રહી છે. આ ફિલ્મ 10 જાન્યુઆરી 2020 રિલીઝ થશે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK