જો રામાનંદ સાગરે કટ ન કહ્યું હોત તો, પડી ગઈ હોત દીપિકા, જાણો આખી ઘટના

Published: May 23, 2020, 20:40 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai Desk

રામાનંદ સાગરના કટ કહેવાને કારણે દીપિકા બચી ગઈ અન્યથા તેમના પગમાં વધુ ઇજા થઈ જવાની શક્યતા હતી.

દીપિકા ચિખલિયા
દીપિકા ચિખલિયા

રામાનંદ સાગરની રામાયણમાં સીતાનો રોલ પ્લે કરનાર અભિનેત્રી દીપિકા ચિખલિયાએ પણ રામાયણની શૂટિંગના એકદમ શરૂઆતના દિવસો યાદ કર્યા અને સેટ પર શૂટિંગ દરમિયાનનો એક કિસ્સો શૅર કર્યો.

ઇજાગ્રસ્ત થયા છતાં દીપિકાએ કર્યું શૂટ
દીપિકા ચિખલિયાએ જણાવ્યું કે રામાયણમાં કામ કરતી વખતે તેમની ઉંમર ઘણી ઓછી હતી. તેમના પગની આંગળીમાં હૅરલાઇન ફ્રેક્ચર થયું હતું, તે સમયે તે પોતાના પગ પર વધારે દબાણ આપી શકતી નહોતી, છતાં તેમણે શૂટિંગ કર્યું. શૂટિંગ દરમિયાન એક સમય એવો આવ્યો જ્યારે દીપિકાનું બેલેન્સ બગડલા લાગ્યું અને આ કારણે તે પડવાનાં હતાં. ત્યારે જ રામાનંદ સાગરે કટ કહ્યું. રામાનંદ સાગરના કટ કહેવાને કારણે દીપિકા બચી ગઈ અન્યથા તેમના પગમાં વધુ ઇજા થઈ જવાની શક્યતા હતી.

દીપિકાએ સંભળાવ્યા રાજકારણના કિસ્સાઓ
દીપિકાએ તે દરમિયાનનો કિસ્સો પણ શૅર કર્યો જ્યારે તેમણે રાજકારણ જગતમાં પણ એન્ટ્રી કરી લીધી હતી. તેમણે કહ્યું કે, "હું એમપી બની તે પહેલાની વાત છે. અમે રેલી કરતાં હતા. સભા થતી હતી. 8-10 દવસ પછી મને યાદ છે કે સીતાના રોલને કારણે મને રાજનીતિમાં પણ લાભ થયો. લોકોનું મારી સાથેનું જોડાણ વધ્યું. રાતે પણ જો ભાષણ હોય તો સાંભળવા માટે હજારોની સંખ્યામાં લોકો સામેલ થતાં હતા. ક્યાંક ને ક્યાક લોકો મને ઘણાં સમય પછી પણ સીતાના પાત્ર સાથે રીલેટ કરતાં હતાં."

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK