રાણા દગ્ગુબાતી અને મિહિકા બજાજ ડિસેમ્બરમાં પરણી જશે?

Updated: May 14, 2020, 14:41 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

પરિવાર સગાઈથી ખુશ છે, રાણાના પિતા સુરેશ બાબુએ કહ્યું કે મહામારીના માહોલમાં તેમને સેલિબ્રેશનનું કારણ મળી ગયું છે

રાણા દગ્ગુબાતી અને મિહિકા બજાજ
રાણા દગ્ગુબાતી અને મિહિકા બજાજ

કોરોના વાયરસ (COVID-19) મહામારી અને લૉકડાઉન દરમ્યાન જો કોઈ સારા સમાચાર આવ્યા હોય તો એ છે રાણા દગ્ગુબાતી અને તેમની ગર્લફ્રેન્ડ મિહિકા બજાનની સગાઈના. બોલીવુડ એવી ઈન્ડસ્ટ્રી છે જ્યાં રોમાન્સની કળીઓ ફુટી હોય તો પણ ખબર પડી જાય છતા રાણા તેની રિલેશનશીપને છુપાવવામાં સફળ રહ્યો હતો. મોટાભાગના લોકોને ખબર નથી કે હૈદરાબાદ સ્થિત ઈન્ટિરિયર ડિઝાઈનર, જ્વેલરી ડિઝાઈનર બંટી અને સુરેશ બજાજની પુત્રી છે અને બોલીવુડાન વર્તુળમાં જાણીતો ચહેરો છે. મિહિકા નિર્માતા અને ડિસ્ટ્રીબ્યુટર ટોલુ બજાજની ભત્રીજી છે અને સોનમ કપૂર અહુજા તેની ખાસ સખીઓમાંથી એક છે.

સુત્રોએ આપેલી માહિતિ મુજબ, મિહિકા બજાજનો પરિવાર બોની અને અનિલ કપૂરના પરિવારને બહુ પહેલેથી ઓળખે છે. મિહિકા જ્યારે બોલીવુડમાં કામ કરતી હતી ત્યારે તે લગભગ એક વર્ષ સુધી અનિલ કપૂરના જુહુ સ્થિત ઘરે રોકાઈ હતી. પરિવારે 2018માં સોનમ કપૂરના લગ્નમાં પણ હાજરી આપી હતી. મિહિકા અને રાણા બન્ને હૈદરાબાદમાં રહેતા હોવા છતા તેઓ પહેલીવાર મુંબઈમાં બોલીવુડની એક પાર્ટીમાં મળ્યાં હતા અને પછી ધીમે ધીમે એકબીજાની નજીક આવ્યા હતા.

રાણાના પિતા સુરેશ બાબૂએ હૈદરાબાદ ટાઈમ્સ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, અમારો પરિવાર બહુ જ ખુશ છે અને બન્નેના લગ્ન માટે ઉત્સાહિત પણ છીએ. કોરોના વાયરસ મહામારીના આ માહોલમાં અમને સેલિબ્રેશનનું કારણ મળી ગયું છે. રાણા અને મિહિકા બન્ને એકબીજાને ઘણા લાંબા સમયથી ઓળખે છે અને અમે તેમના આ સંબંધથી અમે બધા ખુશ પણ છીએ. તેમના લગ્ન પણ આ જ વર્ષે થશે. ડિસેમ્બરની આસપાસ લગ્ન કરવાનો વિચાર છે. પણ કદાચ પહેલા પણ થઈ શકે. જ્યારે બધુ નક્કી થઈ જશે એટલે અમે વિગતો જણાવીશું એમ સુરેશ બાબુએ ઉમેર્યું હતું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK