રામાયણમાં સીતા બનેલી દેબિના અલાદ્દીનમાં નેગેટિવ પાત્ર ભજવશે

Published: Feb 21, 2020, 15:51 IST | Mumbai Desk

છેલ્લે કલર્સ ટીવીના ‘વિશ : અ પોઇઝન સ્ટોરી’ શોમાં જોવા મળી હતી

અમદાવાદ ઃ સબ ટીવીનો જાણીતા શો ‘અલાદ્દીન : નામ તો સુના હોગા’ દર્શકોએ પસંદ કર્યો છે જેમાં ફેન્ટસી, રોમૅન્સ, ઍક્શન અને કૉમેડીનું પૅકેજ છે. આ શોમાં સિદ્ધાર્થ નિગમ (ધૂમ 3, ચક્રવર્તી અશોક સમ્રાટ) અને અવનીત કૌર (મર્દાની) લીડ રોલમાં છે. આ ઉપરાંત, આમિર દલવી, સ્મિતા બંસલ, ગુલ્ફામ ખાન, ફરહીના પરવેઝ વગેરે મહત્ત્વના રોલમાં છે. હવે આ શોમાં જાણીતી ટીવી અભિનેત્રી દેબિના બૉનરજીની એન્ટ્રી થવાની છે. દેબિના ૨૦૦૮માં ઇમેજિન ટીવી પર આવતી ‘રામાયણ’માં સીતાનો રોલ ભજવીને લોકપ્રિય બની હતી.
‘અલાદ્દીન’માં દેબિના જિન ઉત્પન્ન કરનારનું પાત્ર ભજવશે જે નેગેટિવ કૅરૅક્ટર છે. દેબિનાનું કહેવું છે કે જો દમદાર રોલ હોય તો હું પૉઝિટિવ અને નેગેટિવ બન્ને ભૂમિકા કરવા માગું છું. છેલ્લે ૨૦૧૯માં કલર્સ ટીવીના શો ‘વિશ : અ પોઇઝન સ્ટોરી’માં પડકારજનક રોલમાં જોવા મળેલી દેબિના બૉનરજી ‘ચિડિયા ઘર’, ‘માયાવી’, ‘યમ હૈ હમ’, ‘ખિચડી રિટર્ન્સ’, ‘તેનાલી રામા’ જેવા શોમાં કામ કરી ચૂકી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK