ભાવિન ભાનુશાલીઃનેગેટિવ રોલમાં જોવા મળશે De De Pyaar Deનો આ ક્યૂટ છોકરો

Published: Jul 04, 2019, 15:27 IST | મુંબઈ ડેસ્ક

આવતી કાલે રિલીઝ થઈ રહી છે ફિલ્મ હમે તુમસે પ્યાર કિતના

ભાવિન ભાનુશાલી (તસવીર સૌજન્ય: ભાવિન ભાનુશાલી ઇન્સ્ટાગ્રામ)
ભાવિન ભાનુશાલી (તસવીર સૌજન્ય: ભાવિન ભાનુશાલી ઇન્સ્ટાગ્રામ)

ભાવિન ભાનુશાલીએ તાજેતરમાં જ રિલીઝ થયેલી અજય દેવગણ અને તબૂ સ્ટારર ફિલ્મ દે દે પ્યાર દેમાં કામ કર્યું છે, અને હવે તેની બીજી ફિલ્મ હમે તુમસે પ્યાર કિતના રિલીઝ થવા જઈ રહી છે ત્યારે તેના અનુભવ વિશે વાત કરતાં તેણે કહ્યું કે પોતાને જ ફિલ્મની સ્ક્રીન પર જોવાનો અનુભવ, પોતાને જોતાં બધું જ ભૂલાઇ જાય છે અને તેણે કહ્યું કે તેને પોતાનું પાત્ર ખૂબ જ ગમ્યું અને લોકોને પણ તેની એક્ટિંગ ખૂબ જ ગમી છે અને આશા છે કે તેની આ ફિલ્મમાં પણ તેનું પાત્ર લોકોને ગમશે.

ભાવિન પોતાના પહેલા ઑડિશનને યાદ કરતાં કહે છે કે તેને પોતાનો અત્યારનો અભિનય અને તે સમયનો અભિનય બન્નેમાં ખૂબ જ અંતર છે તેને પોતાનો જૂનો અભિનય જોતાં હવે હસવું આવે છે. ફિલ્મ દે દે પ્યાર દેમાં તેના પાત્રને રકુલપ્રીત ગમે છે પરંતુ જ્યારે તેને રિઅલ લાઇફમાં કોઇ ગમે છે કે શું ત્યારે તેણે જવાબ આપતાં કહ્યું છે કે તેને આલિયા ભટ્ટ ખૂબ જ ગમે છે. જો તેને આલિયા ભટ્ટ સાથે કામ કરવાની તક મળે તો તેને અન્ય કોઇ પણ પાત્ર ભજવવા કરતાં રણબીરનું પાત્ર ભજવવું વધારે ગમશે.

અજય દેવગણ અને તબૂ સાથે કામ કરતી વખતનો અનુભવ શેર કરતાં તેણે કહ્યું કે તેને આ સ્ટાર્સ સાથે કામ કરતી વખતે ખૂબ જ ગમ્યું. તેણે તબૂ વિશે એક ખાસ વાત જણાવી છે કે તે તબૂ જ્યારે પણ સેટ પર આવે ત્યારે તબૂ સેટ પર આવે તે પહેલા તેના પર્ફ્યુમની સુગંધ આવી જતી હતી તેને પણ પોતાના જીવનમાં આ ટેવ હોવી જોઇએ તેવું લાગે છે.

જ્યારે તેને પૂછવામાં આવ્યું કે સોશિયલ મીડિયા પર કોઇ પર્સનલી કોમ્પ્લીમેન્ટ કરે તો... તેના જવાબમાં તેણે કહ્યું છે કે એ બધું તેને ખૂબ જ ગમે છે તેની સાથે જ તેણે કહ્યું કે "ચર્ચામાં રહીશ તો જ ખર્ચા પરવડશે." કામ પ્રત્યે તેને એવું વળગણ લાગ્યું છે કે તેણે કહ્યું કે કામનો નશો થઇ ગયો છે અને તેને જ કારણે તે 24 કલાકમાંથી તે લગભગ 4 કલાક ઊંઘે છે.

સિરીયલ આર્ટિસ્ટમાંથી ફિલ્મ આર્ટિસ્ટ બન્યા પછી હવે તેને સારા કામ માટે અને સારા પ્રૉડ્યુસર્સ અને સારા કાસ્ટિંગ ડાયરેક્ટર્સના ફોન આવે છે તેમના તરફથી એક આદર મળે છે જેથી તેને ઘણું સારું લાગે છે. દે દે પ્યાર દે ફિલ્મ પહેલા તેણે જેમ્સની એડવર્ટાઇઝમાં કામ કર્યું છે. એટલું જ નહીં તેણે પોતાની એક્ટિંગ કરિઅરની શરૂઆત પોતે ધોરણ 12માં પ્રવેશ મેળવે તે પહેલા જ કરી લીધી હતી. માત્ર પાંચ જ વર્ષમાં તેણે નાના નાના પાત્રથી લઇને આજે દે દે પ્યાર દે જેવી ફિલ્મમાં આવું સારું પાત્ર મળ્યું. તેથી સારું લાગે છે.

આ પાંચ વર્ષ દરમિયાન તે ક્યારેય નવરો પડ્યો નથી એવું ક્યારેય નથી બન્યું કે તેને કામ કરવું હોય પણ કામ મળ્યું ના હોય. જો કે આ બાબત માટે તે ઇશ્વરનો આભાર પણ માને છે કે લોકોમાં કામ અને સ્કિલ્સ હોવા છતાં કામ મળતું નથી ત્યારે તેની પાસે સતત કામ હોય છે. પર્સનલ લાઇફ વિશે વાત કરતાં જ્યારે તેના બાળપણના દિવસો યાદ આવે છે કે એવું પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે યાદ તો આવે છે પણ કામને કારણે છેલ્લા ત્રણ વર્ષથી તે મામાના ઘરે જઇ શક્યો નથી તેનું દુઃખ છે પણ કામ મળી રહે છે તેની ખુશી છે.

ભાવિન પોતાના કરન્ટ પ્રૉજેક્ટ વિશે વાત કરતાં તે અત્યારે ઓલ્ટ બાલાજીની આગામી વેબ સીરિઝમાં શ્વેતા તિવારી સાથે 'હમ તુમ ઓર ધેમ' માટે કામ કરી રહ્યો છે. તેણે આ પહેલા પણ ઝી ફાઇવ સાથે બબ્બર કા ટાબર નામની વેબ સિરીઝમાં કામ કરવું છે. પર્સનલી તેને વેબસિરીઝનું ફોર્મેટ સારું લાગે છે ફિલ્મમાં અભિનય માટે ઘણો અવકાશ મળે છે જ્યારે સિરીયલમાં એવું નથી થતું. એક્ટિંગ સિવાય ભાવિનને સિંગિંગ અને ડાન્સિંગનો પણ શોખ છે. એક્ટિંગ પછી જો પ્રાયોરિટી આપવામાં આવે તો તેને સિંગિંગ ખૂબ જ ગમે છે તેના પિતા પણ ઘણી વખત સારું ગાતા સાંભળવા મળ્યા છે. સિંગિંગના શોખને લઇને તેણે કહ્યું છે કે તે ટૂંક સમયમાં એક નવી યૂટ્યુબ ચેનલ સાથે પોતાના ચાહકોને મનોરંજન પૂરું પાડવા માટે હાજર થવાનો છે.

આ પણ વાંચો : ભાવિન ભાનુશાલીઃ'દે દે પ્યાર દે'ના આ ગુજ્જુ એક્ટરને ગમે છે આલિયા ભટ્ટ

ઉલ્લેખનીય છે કે જ્યારે ભાવિનને ગુજરાતી ફિલ્મોમાં કામ કરવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે જણાવ્યું કે જો તેમે કોઇ સારું પાત્ર મળી જશે તો તે ચોક્કસ ગુજરાતી ફિલ્મોમાં કામ કરશે. તમારો આ ટિકટોક સ્ટાર તમને દે દે પ્યાર દે પછી તેની આગામી ફિલ્મ 'હમે તુમસે પ્યાર કિતના'માં અમર અકબર ગુલ નામના નેગેટિવ પાત્રમાં જોવા મળશે. તેની આગામી ફિલ્મ હમે તુમસે પ્યાર કિતના 28 જૂને રિલીઝ થવાની હતી જે હવે 5 જુલાઈએ રિલીઝ થઈ રહી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK