ગુજરાતી ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂને લઈને ઉત્સાહિત છે ભાવિન ભાનુશાળી

મુંબઈ | Jul 13, 2019, 15:52 IST

દે દે પ્યાર દે ફેમ એક્ટર ભાવિન ભાનુશાળી ગુજરાતી ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરી રહ્યો છે. જેને લઈને તે ખૂબ જ ઉત્સાહિત છે.

ગુજરાતી ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરી રહ્યો છે ભાવિન ભાનુશાળી
ગુજરાતી ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરી રહ્યો છે ભાવિન ભાનુશાળી

કિંજલ દવેએ તેના નવા આલ્બમ 'પૈસા છે તો પ્રેમ છે'ની જાહેરાત કરી છે. આ આલ્બમ સાથે તે ગુજરાતી ઈન્ડસ્ટ્રીમાં કદમ રાખી રહ્યો છે. જેને લઈને તે ખૂબ જ ઉત્સાહિત છે. પૈસા છે તો પ્રેમ છે KD ડિજિટલ લઈને આવી રહ્યું છે. આ ગીતને કિંજલ દવેએ ગાયું છે અને લીરિક્સ મનુ રબારીએ લખ્યા છે. ભાવિનની સાથે વીડિયોમાં આંચલ શાહ જોવા મળશે. ભાવિનને લાંબા સમયથી ગુજરાતી ફિલ્મોમાં કામ કરવાની ઈચ્છા હતી જે આખરે પૂર્ણ થઈ છે.

કિંજલ દવે સાથેના કામ કરવાના અનુભવને વર્ણવતા ભાવિન કહે છે કે, 'કિંજલ સાથે કામ કરવાની ખૂબ જ મજા આવી. કિંજલે મને ખૂબ પ્રોત્સાહિત કર્યું. કિંજલ પોતાના વિઝનને લઈને ખૂબ જ સ્પષ્ટ છે. જેથી તે નિર્દેશનો પણ આપતી હતી.'

ભાવિન કહે છે કે, "ચર્ચામાં રહીશ તો જ ખર્ચા પરવડશે." કામ પ્રત્યે તેને એવું વળગણ લાગ્યું છે કે તેણે કહ્યું કે કામનો નશો થઇ ગયો છે અને તેને જ કારણે તે 24 કલાકમાંથી તે લગભગ 4 કલાક ઊંઘે છે. અને તેના ડેબ્યૂ આલ્બમનું ટાઈટલ પણ કાંઈક એવું જ છે.

ભાવિન ભાનુશાળી ગુજરાતી ઈન્ડસ્ટ્રીમાં આવતા પહેલા દે દે પ્યાર દે અને હમે તુમસે પ્યાર કિતના જેવી ફિલ્મોમાં કામ કરી ચુક્યો છે. સાથે તેણે જેમ્સ જેવી જાહેરતો પણ કરી છે. સાથે તે અલ્ટ બાલાજીની વેબ સીરિઝ 'હમ તુમ ઔર ધેમ'માં કામ કરી રહ્યું છે. તે પહેલા તેણે 'બબ્બર કા ટાબર'નામની વેબ સીરિઝ પણ કરી છે. ભાવિનને ગુજરાતી ફિલ્મોમાં કામ કરવાની પણ ઈચ્છા છે.

આ પણ વાંચોઃ ભાવિન ભાનુશાલીઃ'દે દે પ્યાર દે'ના આ ગુજ્જુ એક્ટરને ગમે છે આલિયા ભટ્ટ

ભાવિન ટીકટોક પર પણ ઘણો જાણીતો છે. અને તેની યૂટ્યૂબ ચેનલ સ્ટાર્ટ કરવાની પણ ઈચ્છા છે. હાલ તો તે કિંજલ દવેના ગીત સાથે ડેબ્યૂ કરી રહ્યો છે. જેને લઈને કે ખૂબ જ ખુશ છે. એક્ટિંગ સિવાય ભાવિનને સિંગિંગ અને ડાન્સિંગનો પણ શોખ છે. એક્ટિંગ પછી જો પ્રાયોરિટી આપવામાં આવે તો તેને સિંગિંગ ખૂબ જ ગમે છે તેના પિતા પણ ઘણી વખત સારું ગાતા સાંભળવા મળ્યા છે. સિંગિંગના શોખને લઇને તેણે કહ્યું છે કે તે ટૂંક સમયમાં એક નવી યૂટ્યુબ ચેનલ સાથે પોતાના ચાહકોને મનોરંજન પૂરું પાડવા માટે હાજર થવાનો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK