યશ ચોપડાની ફિલ્મ DDLJની રિલીઝને થયાં ૧૮ વર્ષ : ૮૮૮મું વીક શરૂ

Published: 22nd October, 2012 05:55 IST

‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ (ડીડીએલજે) ૧૯૯૫ની ૨૦ ઑક્ટોબરે રિલીઝ થઈ હતી અને શનિવારે આ ફિલ્મની રિલીઝને ૧૭ વર્ષ પૂરાં થઈને ૧૮મું વર્ષ બેઠું છે.


આ ફિલ્મના નિર્માતા યશ ચોપડા છે અને ડિરેક્ટર તરીકે તેમના પુત્ર આદિત્ય ચોપડાની આ પહેલી ફિલ્મ હતી. આ ફિલ્મ આજે પણ સાઉથ મુંબઈમાં મરાઠા મંદિરમાં રોજ સવારે સવાઅગિયાર વાગ્યાના મૅટિની શોમાં પ્રદર્શિત થઈ રહી છે. થિયેટરના મૅનેજર મનોજ પાંડેએ કહ્યું હતું કે ‘આ ફિલ્મ ૮૮૮મા વીકમાં પ્રવેશી ચૂકી છે અને ગઈ કાલે બાલ્કનીની ૨૮૯ સીટ પૂરેપૂરી ભરાઈ ગઈ હતી. આજે પણ આ ફિલ્મ જોવા લોકો દૂર-દૂરથી આવે છે અને રવિવારે ક્યારેક બાલ્કનીની ટિકિટો ફુલ રહે છે.’


વાંચો યશ ચોપડા વિશે વધુ....


કિંગ ઓફ રોમાન્સ યશ ચોપડાનો અંતિમ ઈન્ટરવ્યૂ, જુઓ વિડીયો
યશ ચોપડાએ લોકોને પ્રેમ કેવી રીતે કરવો એ ...
યશ ચોપડાની અંતિમવિધિમાં ઉમટ્યું બોલીવુડ, જુઓ તસવીરો
સ્વિટ્ઝરલૅન્ડની સરકારે ટ્રેન અને હોટેલના ...
યશ ચોપડાની ફિલ્મમાં સ્વિટ્ઝરલૅન્ડ તો હોવું જ ...
સિત્તેરના થયા પછી પણ લોકો તુંકારે બોલાવે અને ...
યશ ચોપડાની ફિલ્મ DDLJની રિલીઝને થયાં ૧૮ વર્ષ : ૮૮૮મું વીક શરૂ
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK