નવરાત્રિની સ્ટોરીલાઇનમાં થશે દયાની એન્ટ્રી?

Published: Oct 05, 2019, 14:06 IST | મુંબઈ

સબ ટીવી પર આવતાં શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં નવરાત્રીની સ્ટોરી લાઇન દરમ્યાન દયાભાભી એટલે કે દિશા વાકાણીની એન્ટ્રી થશે એવી ચર્ચા ચાલી રહી છે.

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’
‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’

સબ ટીવી પર આવતાં શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં નવરાત્રીની સ્ટોરી લાઇન દરમ્યાન દયાભાભી એટલે કે દિશા વાકાણીની એન્ટ્રી થશે એવી ચર્ચા ચાલી રહી છે. ગરબા અને દયાના ખૂબ જ જુના સંબંધ છે. ગોકુલધામ સોસાયટીમાં જ્યારે પણ ગરબાનું નામ આવે ત્યારે દયાને યાદ કરવામાં આવે છે. જોકે છેલ્લા બે વર્ષથી દયા તેના પતિ જેઠાલાલ સાથે નથી રહેતી. આ વાતથી જેઠાલાલ દુખી છે અને તેણે આ વર્ષે નવરાત્રીના સેલિબ્રેશનમાં ભાગ નહીં લેવાનું નક્કી કર્યું છે. આ નિર્ણયથી બાપુજી અને ટપુએ પણ સેલિબ્રેશનમાં ભાગ નહીં લેવાનું નક્કી કર્યું છે. આ ત્રણેયની ગેરહાજરીથી સોસાયટીમાં ટેન્સનનો માહોલ છે. જેઠાલાલ સપનામાં પણ બાપુજીનો હાથ દયા સમજીને પકડી લે છે.

આ પણ વાંચો : Bigg Boss 13 : શોમાં ફરી જોવા મળશે હિના ખાન, કરશે આ કામ

સોસાયટીના તમામ પૂરુષો જેઠાલાલને મનાવવામાં નિષ્ફળ રહે છે અને એથી જ મહિલાઓ પરિસ્થિતિને કાબુમાં રાખવાનું નક્કી કરે છે. તેઓ દયાને બોલાવવા માટે સફળ રહેશે કે કેમ એ જોવું રહ્યું. આ પ્લોટ દ્વારા શોના મૅકર્સ ટીઆરપી વધારવાનો પ્લાન કરી રહ્યાં છે અને જો વધુ મળી તો દયાને નવરાત્રીની જગ્યાએ દિવાળીની સ્ટોરી લાઇનમાં પણ લાવવામાં આવે એવી શક્યતા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK