Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > વરુણ ધવનને તેના ડૅડી ડેવિડ ધવન કદી પણ ફિલ્મની સ્ક્રિપ્ટ નથી આપતાં

વરુણ ધવનને તેના ડૅડી ડેવિડ ધવન કદી પણ ફિલ્મની સ્ક્રિપ્ટ નથી આપતાં

16 January, 2020 02:11 PM IST | Mumbai

વરુણ ધવનને તેના ડૅડી ડેવિડ ધવન કદી પણ ફિલ્મની સ્ક્રિપ્ટ નથી આપતાં

ડૅડી ડેવિડ ધવન સાથે વરુણ ધવન

ડૅડી ડેવિડ ધવન સાથે વરુણ ધવન


વરુણ ધવને તાજેતરમાં જ ‘ધ કપિલ શર્મા શો’માં જણાવ્યું હતું કે તેનાં ડૅડી ડેવિડ ધવન તેને કદી પણ સ્ક્રિપ્ટ નથી દેખાડતાં. તે ‘સ્ટ્રીટ ડાન્સર 3D’નાં પ્રમોશન માટે આ શોમાં પહોંચ્યો હતો. વરુણ ધવન તેનાં ડૅડી સાથે ‘કૂલી નંબર 1’માં કામ કરી રહ્યો છે. એથી સામાન્ય બાબત છે કે વરુણને સ્ક્રિપ્ટ મળતી હશે. આ વિશે પૂછવામાં આવતાં વરુણે કહ્યું હતું કે ‘મેં તેમને સ્ક્રિપ્ટ માટે પૂછ્યુ હતું. તો મારા ડૅડીએ મને એક જ વાત કહી કે મેં આજ સુધી કદી પણ સલમાન ખાન, ગોવિંદા અને અનિલ કપૂરને સ્ક્રિપ્ટ નથી દેખાડી તો તને શું કામ દેખાડું.’

સાથે જ વરુણનું એમ પણ કહેવુ છે કે જ્યારે પર્ફોર્મન્સની વાત આવે છે તો તેનાં ડૅડી તેની સાથે સખ્તાઇથી વર્તન કરે છે. આ સંદર્ભે વરુણે કહ્યું હતું કે ‘હું હંમેશાં મારા ડૅડીને ખોટા પાડવા માટે દરેક સ્થિતિને એક ચૅલેન્જ તરીકે સ્વીકારું છું અને પોતાની જાતને સતત સારી રીતે રજૂ કરવાની કોશિશ કરું છું.’


Whatsapp-channel Whatsapp-channel

16 January, 2020 02:11 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK