Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ડેવિડ ધવને મારી કરીઅરને ઘડવામાં ઘણી મદદ કરી હતી : ગણેશ આચાર્ય

ડેવિડ ધવને મારી કરીઅરને ઘડવામાં ઘણી મદદ કરી હતી : ગણેશ આચાર્ય

04 December, 2020 07:14 PM IST | Mumbai
Agencies

ડેવિડ ધવને મારી કરીઅરને ઘડવામાં ઘણી મદદ કરી હતી : ગણેશ આચાર્ય

ડેવિડ ધવને મારી કરીઅરને ઘડવામાં ઘણી મદદ કરી હતી : ગણેશ આચાર્ય

ડેવિડ ધવને મારી કરીઅરને ઘડવામાં ઘણી મદદ કરી હતી : ગણેશ આચાર્ય


કોરિયોગ્રાફર ગણેશ આચાર્યએ જણાવ્યું હતું કે તેની કરીઅરને ઘડવામાં ફિલ્મમેકર ડેવિડ ધવનનો અગત્યનો ફાળો રહ્યો છે. ગણેશ આચાર્યએ ‘અનામ’ ફિલ્મ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. ત્યાર બાદ અનેક ફિલ્મોમાં તેણે કોરિયોગ્રાફી કરી હતી. તેણે ડેવિડ ધવનની ફિલ્મ ‘કૂલી નંબર 1’ના ‘હુસ્ન હૈ સુહાના’ ગીતને કોરિયોગ્રાફ કર્ય‍ું હતું. ત્યાર બાદ ડેવિડ ધવન અને ગણેશ આચાર્યએ અનેક ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. ‘કુલી નંબર 1’ની રીમેકમાં વરુણ ધવન, સારા અલી ખાન અને ફરીથી ડેવિડ ધવન સાથે કામ કરીને ગણેશ આચાર્ય ખુશ છે. એ વિશે ગણેશ આચાર્યએ કહ્યું હતું કે ‘ડેવિડજી સાથે ‘કુલી’ મારી પહેલી ફિલ્મ હતી અને એ મારી લાઇફનો ટર્નિંગ પૉઇન્ટ હતો. ડેવિડજીએ આ ફિલ્મ દ્વારા મારા કોરિયોગ્રાફીની કરીઅરને ઘડવામાં મદદ કરી હતી. ડેવિડજીની આ 45મી ફિલ્મ ‘કુલી નંબર 1’માં ફરીથી કામ કરવાને લઈને હું ખૂબ ઉત્સાહિત છું.’


Whatsapp-channel Whatsapp-channel

04 December, 2020 07:14 PM IST | Mumbai | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK