દીકરી રિધ્ધિમા અને ભત્રીજી કરિશ્મા-કરીના કપૂરે યાદ કર્યા ઋષિ કપૂરને

Updated: May 01, 2020, 11:41 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

30 એપ્રિલે સવારે અભિનેતાનું નિધન થતા બોલીવુડ ગમગીન, આલિયા ભટ્ટે નીતુ અને ઋષિની ક્યુટ તસવીરો પોસ્ટ કરી

તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ
તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ

બોલીવુડના પહેલા ચૉકલેટ બૉય તરીકે ઓળખતા અને હાલના સમયમાં તેમના વિચિત્ર ટ્વીટસને લઈને હંમેશા લાઈમ લાઈટમાં રહેતા ઋષિ કપુરનું 30 એપ્રિલ 2020ના રોજ સવારે નિધન થતા ફિલ્મ ઈન્ડસ્ટ્રીને બહુ મોટો ઝટકો લાગ્યો છે.

પિતાના મૃત્યુથી શોકાતુર થયેલી દિકરી રિધ્ધિમાએ સવારે જ પિતા સાથેની તસવીર શેર કરી હતી અને લખ્યું હતું કે, પપ્પા તમે સ્ટ્રોન્ગેસ્ટ વૉરિયર છો.

રિધ્ધિમા ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી પણ પોસ્ટ કરી હતી અને લખ્યું હતું કે પપ્પા હું તમને યાદ કરું છું. પાછા આવી જાવ.

ઋષિ કપૂરની ભત્રીજી જુનો બ્લેક એન્ડ વાઈટ ફોટો શેર કરીને લખ્યું હતું કે, ચિંટુ અંકલ સાથે રેસ્ટોરન્ટ અને ખાવાની બાબતો વિષે ચર્ચા કરવાનું હંમેશા મિસ કરીશ.

 
 
 
View this post on Instagram

Always looking over family..💔 chintu uncle will miss discussing food and restaurants with you.. #uncle #legend

A post shared by KK (@therealkarismakapoor) onApr 30, 2020 at 1:06am PDT

ઋષિ કપૂરના ભાઈ રણધીર કપૂરની નાની દીકરી કરીનાએ તેના પિતા અને ચિંટુ અંકલનો ફોટો શેર કરીને કાકાને શ્રદ્ધાંજલી આપી હતી.

 
 
 
View this post on Instagram

The best boys I know... Papa and Chintu uncle ❤️❤️

A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) onApr 30, 2020 at 2:02am PDT

ઋષિ કપૂરના દીકરા રણબીર કપૂરની ગર્લફ્રેનડ આલિયા ભટ્ટે સૌપ્રથમ ઈન્સ્ટાગ્રામની સ્ટોરીમાં ફૅમેલી સ્ટેટમેન્ટ પોસ્ટ કર્યું હતું.

ત્યારબાદ તેણે એક હૃદયસ્પર્શી નોટ પણ પોસ્ટ કરી હતી. જેમાં તેણે લખ્યું હતું કે, આ માણસ માટે હું શું કહું જેણે મારા જીવનમાં પ્રેમ અને અચ્છાઈનો સંચદાર કર્યો. છેલ્લા બે વર્ષથી હું તેમને ચાઈનીઝ ફુડ પ્રેમી, સિનેમા પ્રેમી, ફાઈટર, લીડર, ઉત્તમ વાર્તાકાર, ટ્વીટરર અને પિતા તરીકે ઓળખુ છું. છેલ્લા બે વર્ષમાં મને એમની પાસેથી બહુ પ્રેમ મળ્યો છે. મને તેમને ઓળખવાની તાકાત આપી તે માટે હું આભારી છું. આજે બધા તેમને એક પરિવારના સભ્ય તરીકે ગણાવે છે કારણકે તે હતા જ એવા. લવ યુ ઋષિ અંકલ. હું તમને હંમેશા યાદ કરીશ. તમે જે હતા તેના માટે આભાર.

 
 
 
View this post on Instagram

❤️❤️❤️

A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt) onApr 30, 2020 at 7:15am PDT

આલિયાએ ઋષિ કપૂર સાથેની નીતુ કપૂર અને રણબીર કપૂરની તસવીરો પણ શેર કરી હતી.

 
 
 
View this post on Instagram

love you ❤️

A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt) onApr 30, 2020 at 7:14am PDT

 
 
 
View this post on Instagram

beautiful boys 🤍

A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt) onApr 30, 2020 at 7:19am PDT

ઋષિ કપૂર 2018થી કેન્સર સામે લડી રહ્યાં હતા અને 30 એપ્રિલના રોજ તેમનું 67 વર્ષની ઉંમરે નિધન થયું હતું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK