દંગલ ગર્લ ઝાયરા વસીમે બોલીવુડને કહ્યું અલવિદા, ધર્મને ગણાવ્યો કારણ

Published: Jun 30, 2019, 13:42 IST | મુંબઈ

દંગલ ગર્લ ઝાયરા વસીમે બોલીવુડને અલવિદા કહ્યું છે. જેના માટે ધર્મને કારણ ગણાવ્યું છે.

ઝાયરા વસીમ
ઝાયરા વસીમ

અચાનક દંગલ ફેમ ગર્લ ઝાયરા વસીમ સમાચારોમાં આવી છે. અને તેનું કારણ તેની સોશયલ મીડિયા પોસ્ટ છે. સીક્રેટ સુપરસ્ટાર ફેમ અને નેશનલ અવૉર્ડ વિજેતા એક્ટ્રેસ ઝાયરા વસીમે લખ્યું કે તે બોલીવુડને અલવિદા કહી રહી છે. ઝાયરા વસીમ ફિલ્મ સ્કાઈ ઈઝ પિંકમાં નજર આવનારી છે. તેના અચાનક એક્ટિંગ છોડવાના એલાનથી તમામ લોકો હેરાન છે. ઝાયરાએ આ મામલે સફાઈ પણ આપી છે.

જુઓ ઝાયરાની પોસ્ટ
ઝાયરા વસીમે સોશિયલ મીડિયા પર ઈમોશનલ પોસ્ટ કરીને બોલીવુડ છોડવાનું એલાન કર્યું છે.ઝાયરાએ પોસ્ટમાં જણાવ્યું કે પાંચ વર્ષ પહેલા બોલીવુડમાં કદમ રાખવાના તેના નિર્ણયે કેવી રીતે તેની જિંદગી બદલી દીધી. તેને જે ઓળખ મળી છે તેનાથી તે ખૂબ જ ખુશ છે . ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયા બાદ તેને લોકો પાસેથી પ્રેમ અને સપોર્ટ મળ્યો છે. પણ ઝાયરાને લાગે છે કે એક્ટ્રેસ બનવાના કારણે તે પોતાના ધર્મ ઈસ્લામથી દૂર જઈ રહી છે.
 
ઝાયરાની આ પોસ્ટમાં તેનું દર્દ છલકી રહ્યું છે. તેણે પોતાની પોસ્ટના માધ્યમથી જણાવ્યું કે પાંચ વર્ષોથી કેવી રીતે તે પોતાની આત્મા સાથે લડી રહી છે. એક ઓળખ મળ્યા બાદ તે ખુશ છે. પણ આ એ ઓળખ નથી જે તે પોતાના જીવનથી ઈચ્છે છે. અને તેને તેનો અહેસાસ થઈ ગયો છે.

 
 
 
View this post on Instagram

A post shared by Zaira Wasim (@zairawasim_) onJun 29, 2019 at 4:54pm PDT


ઝાયરાએ તેની પોસ્ટમાં સાફ લખ્યું છે કે કાંઈક બીજું જ બનવાનો તે પ્રયાસ કરી રહી છે. પણ તેને અહેસાસ થઈ ગયો કે તેની નવી લાઈફસ્ટાઈલ, ફેમ અને કલ્ચરમાં તે પોતાને ફિટ તો કરી શકે છે પણ તે આ પ્લેટફોર્મ માટે નથી બની. તેને લાગે છે કે ફિલ્મ ઈંડસ્ટ્રી સાથે જોડાવા પર તે પોતાના ધર્મ ઈસ્લામથી દૂર થઈ રહી છે. છેલ્લા કેટલાક સમયથી તે પોતાને સમજાવવાનો પ્રયાસ કરી રહી હતી પરંતુ તેને સમજાઈ ગયું કે ઈસ્લામે ચીંધેલા માર્ગ પર ચાલવામાં તે એક વાર નહીં 100 વાર નિષ્ફળ રહી છે.

ઝાયરાએ કહ્યું કે તે પોતાની નાનકડી જિંદગીમાં આટલી મોટી લડાઈ નથી લડી શકતી અને તો ખૂબ જ સમજી વિચારીને બોલીવુડને અલવિદા કહી રહી છે. ઝાયરાના આ પોસ્ટથી બોલીવુડની હસ્તિઓ સહિત તેના ચાહકોને મોટો ઝટકો લાગ્યો છે.

ઝાયરાના મેનેજરની સફાઈ
ઝાયરાના મેનેજર તુહિને મીડિયા સાથે વાત કહ્યું કે ઝાયરાના તમામ સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ સાથે છેડછાડ કરવામાં આવી છે. તેણે આ પોસ્ટ નથી લખ્યા. જો કે એક્ટ્રેસે આ પોસ્ટ પોતે લખી હોવાની વાત કહી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK