ડાન્સિંગ-ક્વીને કર્યા અવાચક

Published: 30th December, 2011 05:38 IST

આ ઉંમરે પણ હેલનના પ્રભાવશાળી પર્ફોમન્સથી બિપાશા-આર. માધવનની ‘જોડી બ્રેકર્સ’ના ગોવામાં શૂટિંગ દરમ્યાન આખી ટીમ મંત્રમુગ્ધ થઈ ગઈ૧૯૬૦થી ૮૦ના દાયકા સુધી અઢળક ફિલ્મોમાં પોતાના ડાન્સથી જ લોકોને થિયેટર્સ સુધી આકર્ષનારાં હેલન આ ઉંમરે પણ એટલી જ એનર્જી અને જોશ ધરાવે છે, જેનાથી તેમણે પહેલાં તો ફિલ્મની શૂટિંગ-ટીમને અવાચક કરી હતી અને કહી શકાય કે દર્શકો પણ તેમનાથી ઘણા પ્રભાવિત થશે. હેલન ગોવામાં આર. માધવન અને બિપાશા બાસુને ચમકાવતી ‘જોડી બ્રેકર્સ’ના શૂટિંગ માટે ગયાં છે અને આ ફિલ્મમાં તેમના પર્ફોમન્સથી ડિરેક્ટર અશ્વિની ચૌધરી અને તેમની આખી ટીમે જ્યાં સુધી તેમણે રિહર્સલ કર્યું ત્યાં સુધી સતત તાળીઓ પાડી હતી.

હેલન આ ફિલ્મમાં એક ડાન્સ-ટીચરનો રોલ કરશે અને તેમના આખા ભાગનું શૂટિંગ ગોવામાં કરવામાં આવી રહ્યું છે. પહેલા ત્રણ દિવસમાં તેમના સામાન્ય ઇમોશનલ અને ડ્રામાનાં દૃશ્યો હતાં. જોકે ચોથા દિવસે જ્યારે ડિરેક્ટરે તેમને કહ્યું કે તેઓ ડાન્સ-સીક્વન્સ શૂટ કરવાના છે ત્યારે હેલને પોતાનાં સ્ટેપ્સનું રિહર્સલ કરવાનું શરૂ કર્યું હતું. સેટ પર હાજર લોકોને લાગ્યું હતું કે હેલન હજી તેમની કરીઅરનાં શ્રેષ્ઠ વર્ષો દરમ્યાનની એનર્જી ધરાવે છે. જોકે બધાને એ બાબતે ઘણું આશ્ચર્ય થયું હતું અને તેઓ હેલનથી એટલા પ્રભાવિત પણ થયા હતા.

આ ફિલ્મનું શૂટિંગ લગભગ પૂરું થઈ ગયું છે અને માત્ર એક ગીત પર કામ કરવાનું બાકી છે. આ ગીત જાન્યુઆરીમાં શૂટ થશે અને ફિલ્મ ૨૪ ફેબ્રુઆરીએ રિલીઝ થશે.

 

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK