Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Remo D'Souza Discharged: રેમો ડિ'સૂઝાને મળી હોસ્પિટલમાંથી રજા, વીડિયો

Remo D'Souza Discharged: રેમો ડિ'સૂઝાને મળી હોસ્પિટલમાંથી રજા, વીડિયો

19 December, 2020 09:42 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Remo D'Souza Discharged: રેમો ડિ'સૂઝાને મળી હોસ્પિટલમાંથી રજા, વીડિયો

રેમો ડિ'સૂઝા

રેમો ડિ'સૂઝા


બૉલીવુડ કોરિયોગ્રાફર અને દિગ્દર્શક રેમો ડિ'સૂઝા (Remo D’souza)ને હાર્ટ એટેક આવ્યા બાદ કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે તેમની તબિયત સારી છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હોસ્પિટલમાંથી આવતા અહેવાલો અનુસાર, રેમો પત્ની લિઝેલ સાથે તેના ઘરે પહોંચ્યા હતા. રેમો ડિ'સૂઝાને હોસ્પિટલમાં દાખલ કર્યા પછી તરત જ બ્લૉકેજ હટાવી દીધું હતું.

આઈસીયૂમાં લિઝેલ રેમા સાથે હતી. ત્યાર બાદ તે રેમો સાથે સતત સંપર્કમાં હતી. રેમોને હોસ્પિટલમાં દાખલ કર્યા પછી આમિર અલી અને અહેમદ ખાન રેમો ડિ'સૂઝાને જોવા માટે હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને સતત તેમની તબિયત પર નજર રાખી રહ્યા હતા. રેમો ડિ'સૂઝાને ઘરે હાર્ટ એટેક આવ્યો હતો. આ પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રેમોની પત્ની, કેટલાક ખાસ મિત્રો અને પડોશીઓએ તેને હોસ્પિટલમાં લઈ જવામાં મદદ કરી હતી.



 
 
 
View this post on Instagram

A post shared by Remo Dsouza (@remodsouza)


રેમો ડિ'સૂઝા ડાન્સર, કોરિયોગ્રાફર અને દિગ્દર્શક છે. તેમણે ઘણી ફિલ્મોનું દિગ્દર્શન કર્યું છે. આ ઉપરાંત તેમણે ઘણા ગીતો પણ કોરિયોગ્રાફ કર્યા છે. રેમો ડિ'સૂઝા ઘણા ડાન્સ રિયાલિટી શૉઝમાં જજ તરીકે જોવા મળ્યા છે. રેમો ડિ'સૂઝા બૉલીવુડનું એક જાણીતું નામ છે. તેમણે ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.


રેમો ડિ'સૂઝા ઘરે પહોંચ્યા બાદ તેમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. રેમોના બે પુત્રો છે. રેમોને હાર્ટ એટેક આવ્યો હોવાના સમાચાર સાંભળીને તેમને ઘણો આઘાત લાગ્યો હતો. રેમોએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શૅર કર્યો છે, જ્યાં તેઓ હસી ખુશીથી ઘરે પાછા ફરતા નજર આવી રહ્યા છે. આ વીડિયો ABCD ફિલ્મનું હે ગણરાયા ગીત પર બનાવ્યું છે. તેમણે લખ્યું છે, તમારા બધાનો પ્રેમ, પ્રાર્થના અને આર્શીવાદ માટે હું પાછો આવી ગયો છું. પાછું સુંદર સ્વાગત કરવા માટે @gabrieldsouzaaa @_adonis_ અને @edie_rockwoodને આભાર.. અને મારા બધા મિત્રો- રેમોના સારા દોસ્ત અને DID coનો આભાર. ટેરેન્સ લુઈસ એમને ઘરમાં સુરક્ષિત અને સ્વસ્થ જોઈને ખુશ છે અને ભારપૂર્વક કહે છે કે તેઓ જલદીથી રેમો ડિ'સૂઝાને મળવાના છે.

Whatsapp-channel Whatsapp-channel

19 December, 2020 09:42 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK