સોનાક્ષી સાથેના ડ્યુએટના શૂટિંગ વખતે મને પરસેવો વળી ગયેલો

Published: 10th December, 2014 06:41 IST

રજનીકાન્ત કહે છે કે આટલું ટેન્શન તો મને મારી પહેલી ફિલ્મના પહેલા શૉટ વખતે પણ નહોતું થયું


રજનીકાન્તે ચાર દાયકાની ફિલ્મી કારકર્દિીમાં ૧૭૦ જેટલી ફિલ્મોમાં કામ કર્યું છે, પણ તેઓ કહે છે કે તેમની આગામી તામિલ ફિલ્મ ‘લિન્ગા’માં બૉલીવુડની ઍક્ટ્રેસ સોનાક્ષી સિંહા સાથે યુગલગીત શૂટ કરતી વખતે તેમને ભારે ટેન્શન હતું.આ ફિલ્મ માટે મેં ખૂબ મહેનત કરી છે એમ જણાવતાં રજનીકાન્ત કહે છે, ‘ખૂબ મહેનત કરી છે એનો મતલબ ટ્રેન-ફાઇટનાં દૃશ્યો કે ક્લાઇમૅક્સની ફાઇટ નહીં. મહેનત પડી સોનાક્ષી સાથેના ડ્યુએટના શૂટિંગમાં. સોનાક્ષીને હું તેના બાળપણથી ઓળખું છું. તે મારી દીકરીઓ જેવડી જ છે. મારે તેની સાથે યુગલગીત શૂટ કરવાનું હતું ત્યારે મને પરસેવો વળી ગયો હતો. આટલું ટેન્શન તો મને મારી પહેલી ફિલ્મના પહેલા શૉટ વખતે પણ નહોતું થયું. જો ભગવાને કોઈ કલાકારને પનિશમેન્ટ આપવી હોય તો તેની પાસેથી ૬૦ વર્ષની ઉંમર પછી ડ્યુએટ કરાવવાં જોઈએ.’‘લિન્ગા’ આ શુક્રવારે રિલીઝ થઈ રહી છે. તેલુગુમાં પણ રિલીઝ થતી આ ફિલ્મમાં રજનીકાન્ત સાથે ફૂટડી સાઉથ ઇન્ડિયન ઍક્ટ્રેસ અનુષ્કા શેટ્ટી પણ છે.આ ફિલ્મમાં સ્વતંત્રતા પૂર્વેના સમયની સ્ટોરી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK