Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Dance DeeWane 2:જાહ્નવી કપૂરે કંઈક આ રીતે કર્યો બેલી ડાન્સ, જુઓ વીડિયો

Dance DeeWane 2:જાહ્નવી કપૂરે કંઈક આ રીતે કર્યો બેલી ડાન્સ, જુઓ વીડિયો

17 June, 2019 12:38 PM IST | મુંબઈ

Dance DeeWane 2:જાહ્નવી કપૂરે કંઈક આ રીતે કર્યો બેલી ડાન્સ, જુઓ વીડિયો

Dance DeeWane 2:જાહ્નવી કપૂરે કંઈક આ રીતે કર્યો બેલી ડાન્સ, જુઓ વીડિયો


જાહ્નવી કપૂર ધીરે ધીરે સોશિયલ મીડિયા સેન્સેશન બની રહી છે. પોતાની બ્યુટી અને ગ્રેસથી જાહ્નવી કપૂરે અલગ જ ફેન ફોલોઈંગ ઉભુ કર્યું છે. શ્રીદેવી અને બોની કપૂરની પુત્રીએ તાજેતરમાં જ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર એક વીડિયો શૅર કર્યો છે, જેને ફેન્સનું જબરજસ્ત અટેન્શન મળી રહ્યું છે. બી ટાઉનમાં ચાલી રહેલી બેલી ડાન્સ ચેલેન્જને એક્સેપ્ટ કરતા જાહ્નવી કપૂરે ઈન્સ્ટાગ્રામ પર બેલી ડાન્સનો એક વીડિયો શૅર કર્યો છે. આ ચેલેન્જ માટે જાહ્નવીને ધડકના ડિરેક્ટર શશાંક ખૈતાને નોમિનેટ કરી હતી. આ ચેલેન્જ અપકમિંગ ટેલિવિઝન રિયાલિટી શૉ ડાન્સ દીવાનેને પ્રમોટ કરવા શરૂ કરાઈ છે.

જાહ્નવીએ ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી પોસ્ટ કરીને આ વીડિયો શૅર કર્યો હતો. બાદમાં જાહ્નવીની ફેન ક્લબના અકાઉન્ટ પરથી આ વીડિયો રિશેર કરાયો છે. જેમાં લખાયું છે,'She accepted #DanceDeewaneChallenge and did Belly dance... Nominated by @shashankkhaitan.'



 
 
 
View this post on Instagram

She accepted #DanceDeewaneChallenge and did Belly dance... Nominated by @shashankkhaitan.

A post shared by Janhvi Kapoor (@janhvi.kapoor.fanclub) onJun 16, 2019 at 8:16am PDT


આ ચેલેન્જની શરૂઆત ધક ધક ગર્લ માધુરી દિક્ષીત નેનેની પોસ્ટથી શરૂઆત થઈ હતી. ડાન્સિંગ દીવા માધુરી દીક્ષીતે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર એક વીડિયો શૅ કરીને ફેન્સને ડાન્સ દિવાને 2 જોઈન કરવા આમંત્રણ આપ્યુ હતું. આ પોસ્ટ સાથે માધુરીએ લખ્યું હતું,'તમારા માટે ટૂંક સમયમાં એક નાનકડી સરપ્રાઈઝ આવી રહી છે. જોતા રહો કલર્સ ટીવી અને ડાન્સ દીવાને 2. ત્યાં સુધી તમારા ડાન્સ મૂવ્ઝ બતાવો અને તમારા ફ્રેન્ડઝ ફેમિલીને ચેલેન્જ આપો.' આ પોસ્ટ સાથે માધુરી દીક્ષીતે શશાક ખૈતાન, તુષાર કલિયા અને અર્જુન બિજલાનીને ટેગ કર્યા હતા.


ટેલિવિઝન સ્ટાર અર્જુન બિજલાનીએ માધુરી દિક્ષીતની ચેલેન્જ સ્વીકારી હતી. અર્જુન બિજલાનીએ એક ડાન્સ વીડિયો પણ શૅર કર્યો હતો.

જાહ્નવી કપૂરના વર્ક ફ્રંટની વાત કરીએ તો આ એક્ટ્રેસ ધડક ફિલ્મથી ડેબ્યુ કર્યો હતો. હવે તે રાજકુમાર રાવ અને પંકજ ત્રિપાઠી સાથે રૂહ અફ્ઝામાં દેખાશે. આ ઉપરાંત જાહ્નવી ગુંજન સક્સેનાની બાયોપિકનું શૂટિંગ પૂર્ણ કરી ચૂકી છે. આ ઉપરાંત કરણ જોહરની તખ્તમાં પણ જાહ્નવી લીડ રોલમાં છે.

Whatsapp-channel Whatsapp-channel

17 June, 2019 12:38 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK