‘ડૅમ ૯૯૯’ ઑસ્કર્સની દોડમાં

Published: Dec 21, 2011, 09:30 IST

આ વર્ષે પચીસ નવેમ્બરે રિલીઝ થયેલી અને ઘણી કન્ટ્રોવર્સીનો સામનો કરનારી નવોદિત ડિરેક્ટર સોહન રૉયની ‘ડૅમ ૯૯૯’ ભલે બૉલીવુડમાં તો કોઈ કમાલ ન દેખાડી શકી હોય, પણ ફિલ્મને ઇન્ટરનૅશનલ માર્કેટમાં ઘણી પસંદ કરવામાં આવી હોય એવું લાગી રહ્યું છે.

 

એક ડૅમના નવા બંધારણમાં વારંવાર થયેલી ઉપેક્ષાને કારણે અંતે એના તૂટવા પરની સ્ટોરી ધરાવતી આ ફિલ્મને ટોચના ઇન્ટરનૅશનલ અવૉર્ડ ગણવામાં આવતા ઑસ્કર્સમાં ‘બેસ્ટ ફિલ્મ’ની કૅટેગરીમાં શૉર્ટ-લિસ્ટ થયેલી ૨૬૫ ફિલ્મોમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત ફિલ્મનું સંગીત પણ ઘણું પ્રચલિત થયું છે અને ત્રણ ગીતો હરિહરનનું ગાયેલું ‘મુઝે છોડ કે...’, ‘ડૅમ ૯૯૯’ થીમ સૉન્ગ અને ‘ડક્કાણગા ડુગુ...’ અત્યારે ઑસ્કર્સની દોડમાં સામેલ ૩૯ ગીતોમાં સમાવેશ પામ્યાં છે. ‘ખટ્ટા મીઠા’ અને ‘આક્રોશ’ જેવી ફિલ્મોના અને મલયાલમ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ જાણીતા થયેલા સંગીતકાર ઑસેપ્પચને ફિલ્મમાં સંગીત આપ્યું છે. આ ફિલ્મને કારણે તામિલનાડુ અને કેરળ વચ્ચેના મુલાપેરિયાર ડૅમનો વિવાદ સંસદ સુધી ઊઠuો હતો અને ફિલ્મનો વિરોધ પણ થયો હતો. તામિલનાડુમાં તો ફિલ્મને રિલીઝ પણ કરવા દેવામાં નહોતી આવી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK