દલેર મહેંદી હવે ફરી રિયલિટી શોમાં કમબૅક કરી રહ્યો છે. ઝી ટીવી પર આવી રહેલા શો ‘ઇન્ડિયન પ્રો મ્યુઝિક લીગ’માં તે ટીમનો કૅપ્ટન જોવા મળશે. આ એક અનોખો ટીવી-શો છે. પહેલી વાર એક મ્યુઝિક લીગની શરૂઆત કરવામાં આવી છે જેમાં શ્રદ્ધા કપૂર, શક્તિ કપૂર અને સિદ્ધાંત કપૂરની એક ટીમ હશે. તેમ જ ગોવિંદા અને તેની પત્ની સુનીતાની સાથે રાજકુમાર રાવ અને રિતેશ દેશમુખની પણ એક-એક ટીમ હશે. આમ આ શોમાં ટોટલ છ ટીમનો સમાવેશ કરવામાં આવ્યો છે અને દરેક ટીમ ઇન્ડિયાના જુદા-જુદા પાર્ટને રેપ્રિઝેન્ટ કરશે. આ દરેક ટીમના દલેર મહેંદી, શાન, અંકિત તિવારી, શિલ્પા રાવ અને અસીસ કૌર એમ એક-એક કૅપ્ટન હશે. રિયલિટી સ્ટાર્સ હેમંત બ્રિજવાસી, સલમાન અલી અને જ્યોતિકા તાંગરી જેવા ઘણા સિંગર આ ટીમમાં પાર્ટ લેશે. તેમ જ દરેક ટીમમાં એક-એક નવા ચહેરાનો પણ સમાવેશ કરવામાં આવશે. આ દરેક ટીમ વિજેતા બનવા માટે આ લીગમાં એકબીજા સામે મ્યુઝિકનું યુદ્ધ છેડશે.