દબંગ 3: મહેશ્વર ઘાટ પર ટાઈટલ ટ્રેક હુડ હુડ દબંગ સૉન્ગની શૂટિંગ થઈ પૂરી

Apr 05, 2019, 20:16 IST

દબંગ ફિલ્મનું ટાઈટલ ટ્રેક હુડ હુડ દબંગ ઘણો હિટ રહ્યો હતો. હવે તેને દબંગ 3માં સામેલ કરવામાં આવ્યું છે જેમાં સલમાન એક જુદાં જ અવતારમાં જોવા મળશે.

દબંગ 3: મહેશ્વર ઘાટ પર ટાઈટલ ટ્રેક હુડ હુડ દબંગ સૉન્ગની શૂટિંગ થઈ પૂરી
દબંગ 3

ફિલ્મ દબંગ 3ની શૂટિંગ અત્યારે મહેશ્વર, મધ્યપ્રદેશમાં થઈ રહી છે. મહત્વની વાત એ છે કે, તાજેતરમાં જ સલમાન ખાનની ફિલ્મ દબંગ 3નું ટાઇટલ ટ્રેક હુડ હુડ દબંગની શૂટિંગ પૂરી કરી લીધી છે.

 
 
 
View this post on Instagram

HUD HUD Dabangg song done for #dabangg3.... @arbaazkhanofficial @prabhudheva @nikhildwivedi25

A post shared by Salman Khan (@beingsalmankhan) onApr 4, 2019 at 11:10pm PDT

સલમાન ખાન છેલ્લા કેટલાક દિવસથી તેની આગામી ફિલ્મ દબંગ 3ને લઈને ચર્ચામાં છે. પહેલી એપ્રિલથી તેની મહેશ્વર, મધ્યપ્રદેશમાં શૂટિંગ શરૂ કરી છે. સલમાન ખાને પોતે આ બાબતે માહિતી આપી છે કે આ ફિલ્મના ગીત હુડ હુડ દબંગની શૂટિંગ પૂરી કરી લીધી છે. સલમાને સોશિયલ મીડિયા પર ફિલ્મના આ સોન્ગથી જોડાયેલ સીન શેર કરતાં લખ્યું છે કે, "દબંગ 3 માટે હુડ હુડ દબંગ થયું પૂરું"

જણાવીએ કે, શૂટિંગ માટે એક એપ્રિલથી સલમાન અને અરબાઝ ખાન સાથે ડિરેક્ટર પ્રભુદેવા મહેશ્વર, મધ્યપ્રદેશ પહોંચ્યા. સોનાક્ષી સિન્હા પણ બે દિવસ પહેલા લોકેશન પર પહોંચી હતી અને તેણે પણ શૂટિંગ શરૂ કરી દીધી જેને લઈને તેણે એક ફોટો પણ શેર કર્યો હતો. આ પોસ્ટમાં ફિલ્મમાંથી તેનું લૂક આઉટ કરી દેવાયું છે.

 
 
 
View this post on Instagram

RAJJO is back!!! From Dabangg, to Dabangg 3...Its homecoming. Day 1 of shoot for me today, wish me luck ❤️ #DabanggGirl

A post shared by Sonakshi Sinha (@aslisona) onApr 3, 2019 at 10:47pm PDT

ઉલ્લેખનીય છે કે, દબંગ 3, વર્ષ 2010માં રિલીઝ થયેલી બ્લૉકબસ્ટર ફિલ્મ દબંગ ફ્રેંચાઇઝની ત્રીજી ફિલ્મ છે. દબંગ અને દબંગ 2ની જેમ આ ફિલ્મમાં સલમાન ખાન સાથે અભિનેત્રી સોનાક્ષી સિન્હા લીડ રોલમાં દેખાશે. ફિલ્મ પ્રભુદેવા ડિરેક્ટ કરી રહ્યા છે.

આ પણ વાંચો : 'ગુડ ન્યુઝ'નો ફર્સ્ટ લૂક જાહેર, અક્ષય, કરીના, દિલજીત મુખ્ય ભુમિકામાં

સલમાન ખાનની આગામી ફિલ્મોમાં દબંગ 3 સિવાય ભારતનું નામ પણ સામેલ છે. દબંગ 3ની શૂટિંગ તો તાજેતરમાં જ શરૂ થઈ છે અને આ ફિલ્મ આ વર્ષના અંત સુધીમાં રિલીઝ થશે. પણ ભારત ફિલ્મ 5 જૂનના રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મમાં ફરી એકવાર સલમાન ખાન સાથે કેટરિના કૈફ જોવા મળશે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK