સલમાનની દબંગ 3 મુશ્કેલીમાં, નૉટિસ પછી અટકાવવી પડી શકે છે શૂટિંગ

Apr 10, 2019, 12:05 IST

1 એપ્રિલથી ફિલ્મ દબંગ 3ની શૂટિમગ મહેશ્વરમાં શરૂ થઈ હતી. તાજેતરમાં સલમાન માંડૂ પહોંચ્યો હતો જ્યાં ફિલ્મની શૂટિંગ થવાની છે પણ હવે સ્થિતિ અસમંજસની છે.

સલમાનની દબંગ 3 મુશ્કેલીમાં, નૉટિસ પછી અટકાવવી પડી શકે છે શૂટિંગ
સલમાન ખાન દબંગ 3

સલમાન ખાન તાજેતરમાં પોતાની આગામી ફિલ્મ દબંગ 3ની શૂટિંગમાં વ્યસ્ત છે. શૂટિંગ મધ્યપ્રદેશમાં થઈ રહી છે પણ શરૂઆતથી જ તેને લઈને વિવાદ ઉભા થઈ રહ્યા છે. ફિલ્મમેકર્સ પર પહેલા મહેશ્વર મંદિરમાં શિવલિંગના અપમાનને મુદ્દે આરોપ મૂકાયો, હવે મેકર્સ પર પ્રાચીન મૂર્તિને નુકસાન પહોંચાડવાનો આરોપ છે.

ફિલ્મના શુટીંગની સાથે ઘણા વિવાદો પણ શરૂ થયા હતા

ફિલ્મ દબંગ 3ની શૂટિંગ 1 એપ્રિલથી મહેશ્વર, મધ્યપ્રદેશમાં શરૂ થઈ. અહીં ફિલ્મનું સોન્ગ હુડ હુડ દબંગ શૂટ થઈ ચૂક્યું છે જેમાં શૂટિંગ દરમિયાન મહેશ્વર ઘાટ પર ફિલ્મના સેટને કારણે શિવલિંગ પર લાકડાં બાંધવામાં આવ્યા હતા જેને કારણએ વિવાદ ઊભો થયો હતો અને ફરી એક વાર ફિલ્મને લઈને વિવાદ થયો છે, કારણકે મેકર્સ પર પ્રાચીન મૂર્તિઓને નુકસાન પહોંચાડવાનો આરોપ છે. એવામાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)એ દબંગ 3ના મેકર્સને નોટિસ ફટકારી છે. આ નોટિસ પછી માનવામાં આવે છે કે ફિલ્મની શૂટિંગ અટકાવી શકાય છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ફિલ્મ મેકર્સ મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના મહેશ્વરમાં આવેલ એક કિલ્લામાં શૂટિંગ કરતાં હતા. દરમિયાન ત્યાં રાખેલી પ્રાચીન મૂર્તિને નુકસાન પહોંચ્યું છે. કહેવાય છે કે મહેશ્વરમાં નર્મદા નદીના કિનારે બનેલા કિલ્લામાં એક પ્રાચીન પત્થરની મૂર્તિતે સમયે ક્ષતિગ્રસ્ત થઈ જ્યારે ફિલ્મના સેટને ત્યાંથી ખસેડવામાં આવતું હતું. ત્યાર બાદ કેટલાક લોકોએ આ વાતની સૂચના પ્રશાસનને આપી. ASIની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને તેમણે ફિલ્મની પ્રૉડક્શન ફર્મ (ડ્રીમ વર્લ્ડ મૂવીઝ અન્ડ પ્રૉડક્શન)ને નોટિસ આપી. આ નોટિસમાં માંડૂમાં જળમહેલની અંદર બનાવેલ ફિલ્મના બે સેટ્સને તરત જ હટાવવાનો આદેશ આપવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, ASI તરફથી આ પહેલા શનિવારે જ આ ફિલ્મના સેચને ખસેડવાનું કહેવામાં આવ્યું હતું, પણ મેકર્સે તે નોટિસનું પાલન કર્યું નહોતું. ASIએ કહ્યું છે કે મેકર્સ જો આ નોટિસનું પાલન નહીં કરે તો ફિલ્મની શૂટિંગ માટે આપવામાં આવેલી પરવાનગી રદ કરવામાં આવશે. નોટિસની કૉપી જિલ્લાના અન્ય અધિકારીઓને મોકલી દેવામાં આવી છે.

આ પણ વાંચો : આયેશા ટાકિયાઃબોલીવુડના આ ગ્લેમરસ અભિનેત્રી પણ છે ગુજરાતી

ઉલ્લેખનીય છે કે, 1 એપ્રિલથી ફિલ્મ દબંગ 3ની શૂટિમગ મહેશ્વરમાં શરૂ થઈ હતી. તાજેતરમાં સલમાન માંડૂ પહોંચ્યો હતો જ્યાં ફિલ્મની શૂટિંગ થવાની છે પણ હવે સ્થિતિ અસમંજસની છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK