Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Dabangg 3: સલમાન અને સોનાક્ષીએ પોતાના ફૅન્સ સાથે કર્યો જોરદાર ડાન્સ

Dabangg 3: સલમાન અને સોનાક્ષીએ પોતાના ફૅન્સ સાથે કર્યો જોરદાર ડાન્સ

22 November, 2019 06:03 PM IST | Mumbai

Dabangg 3: સલમાન અને સોનાક્ષીએ પોતાના ફૅન્સ સાથે કર્યો જોરદાર ડાન્સ

દબંગ 3

દબંગ 3


દબંગ 3ની ટીમ હાલ ઉદયપુર રાજસ્થાનમાં શૂટિંગ કરી રહ્યા છે. સલમાન ખાન સતત ફિલ્મના સેટ પરથી તસવીરો સોશિયલ મીડિયા પર શૅર કરી રહ્યા છે. હવે ફિલ્મના સેટથી કેટલીક નવી તસવીરો આવી છે, જેમાં સલમાન કાન અને સોનાક્ષી સિન્હા પોતાના સ્પેશ્યલ ફૅન્સ સાથે ડાન્સ કરતા નજર આવી રહ્યા છે. આ ખાસ ફૅન્સ છે સ્પેશ્યલ કિડ્સ. આ સ્પેશ્યલ કિડ્સ ઉમંગ ફાઇન્ડેશનના છે. સલમાન અને આ બાળકોના ડાન્સનો વીડિયો અભિનેત્રી બીના કાકે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટથી શૅર કર્યો છે.

 




 


સલમાન ખાન આ વીડિયોમાં બૉટલ ગ્રીન કલરની શર્ટ અને બ્લેક પેન્ટમાં નજર આવી રહ્યા છે. સલમાન ખાન આ ડાન્સ, પાર્ટી અને બાળકો સાથે મસ્તીનો પૂરેપૂરો આનંદ માણી રહ્યા છે. સાથે જ સોનાક્ષી સિન્હા, પ્રભુદેવા અને દબંગ 3ની ટીમના બાકી સદસ્યો પણ છે. બીના કાને આ પોસ્ટના કેપ્શનમાં લખ્યું, સલમાન, સોનાક્ષી અને પ્રભુદેવા જયપુરમાં ઉમંગના વિશેષ બાળકો સાથે. ડાન્સિંગ, પાર્ટી અને ફન.

આ પણ જુઓ : PHOTOS: જુઓ હેલનના બર્થ-ડે પર ખાન પરિવારનો અનોખો અંદાજ

જ્યાં દબંગ 3ની વાત કરીએ તો ફિલ્મનું ટ્રેલર આવી ગયું છે. ફૅન્સ હવે દબંગ સીરીઝની આ ત્રીજી ફિલ્મની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ફિલ્મના કેટલાક સૉન્ગ પણ આવી ચૂક્યા છે. મુન્ના બદનામ હુઆ......હુડ હુડ દબંગ..... ઘણું ફૅમસ થઈ રહ્યું છે. આ ફિલ્મનું નિર્દેશન પ્રભુદેવાએ કર્યું છે. ફિલ્મમાં સલમાન ખાન, સોનાક્ષી સિન્હા, અરબાઝ ખાન, સઈ માંજરેકર છે. સલમાન ખાન, અરબાઝ ખાન અને નિખિલ અડવાણીએ આ ફિલ્મને સલમાન ફિલ્મના પ્રોડ્યૂસર છે. દબંગ 3 વર્ષ બાદ 20 ડિસેમ્બરે રિલીઝ થવાની છે.

Whatsapp-channel Whatsapp-channel

22 November, 2019 06:03 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK