Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Dabangg 3 Release Date: જાણો ક્યારે થશે રિલીઝ, ફૅન્સે જોવી પડશે રાહ

Dabangg 3 Release Date: જાણો ક્યારે થશે રિલીઝ, ફૅન્સે જોવી પડશે રાહ

05 September, 2019 05:25 PM IST | મુંબઈ

Dabangg 3 Release Date: જાણો ક્યારે થશે રિલીઝ, ફૅન્સે જોવી પડશે રાહ

સલમાન ખાન

સલમાન ખાન


બૉલીવુડ એક્ટર સલમાન ખાનની ફિલ્મની ચાહક આતુરતાથી રાહ જુએ છે, પરંતુ હવે આ રાહ ઘણી લાંબી થઈ શકે છે. હાં, પહેલા માનવામાં આવી રહ્યું હતું કે સલમાન ખાન આ વર્ષે દર્શકો માટે એક ફિલ્મ લઈને આવશે, પરંતુ હવે ફૅન્સને રાહ જોવાની રહેશે. હકીકતમાં સમાચાર આવ્યા હતા કે સલમાન ખાન ડિસેમ્બરમાં દબંગ-3 સાથે પડદા પર પાછા ફરશે. જોકે હવે સમાચાર આવી રહ્યા છે કે સલમાન ખાનની અપકમિંગ ફિલ્મ ડિસેમ્બરમાં નહીં પરંતુ એના બાદ રિલીઝ થશે.

સમાચાર એજન્સી IANSના સૂત્રો પ્રમાણે લખવામાં આવી રહ્યું છે કે હવે આવતા વર્ષે ઈદ પર સલમાન ખાન દબંગ-3ની સાથે ઈદી આપી શકે છે, જે આ વર્ષે રિલીઝ થવાની હતી. સલમાન ખાને હાલમાં જ એક ટ્વીટ કરી પોતાના ફૅન્સને ઈદ પર ફરીથી પોતાની કોઈ ફિલ્મની ભેટ આપવાનું વચન આપ્યું હતું, પરંતુ સલમાનના માટે હવે વિકલ્પ ધીરે-ધીરે ઓછા થતા જઈ રહ્યા છે. એવામાં સમાચાર છે કે સલમાન ખાન ઈદ પર દબંગ-3ની ભેટ આપશે.



IANS રિપોર્ટ અનુસાર સલમાન ખાન હવે ગંભીરતાથી પોતાના હોમ પ્રોડક્શન 'દબંગ 3'ને વર્ષ 2020ના ઈદ સુધી સ્થગિત કરવા પર વિચાર કરી રહ્યા છે. પરંતુ આ ફિલ્મ હવે 20 ડિસેમ્બર 2019એ રિલીઝ થવા માટે તૈયાર છે. સૂત્ર જણાવી રહ્યા છે કે આ એક ગંભીર મુદ્દો છે જેના પર 'દબંગ 3'ના નિર્દેશક પ્રભુ દેવાને વિચાર કરવા કહ્યું છે. જ્યાં સલમાન ખાને ફિલ્મની રિલીઝ ડેટ પોતાના ટ્વિટર અકાઉન્ટ પર જાહેર કરી દીધી હતી.


આ પણ વાંચો : Dostana-2: કરણ જોહરની ફિલ્મથી આ કલાકાર કરી રહ્યો છે ડેબ્યૂ

જણાવી દઈએ કે ફિલ્મ ઈન્શાઅલ્લાહનો પ્રોજેક્ટમાં વિલંબ બાદ સલમાન ખાને એક ટ્વીટ કર્યું હતું, જેમાં એમણે લખ્યું હતું- ઈતના મત સોચના મેરે બારે મેં, દિલ મેં આતા હૂં ઔર ઈદ પર ભી. કિક ફિલ્મનો આ ડાયલોગ ટ્વીટ કર્યા બાદ કહેવામાં આવી રહ્યું હતું કે ઈદ પર કિક-2 રિલીઝ થઈ શકે છે. જોકે બાદ આ સમાચારને ખોટા સાબિત કરી દીધા હતા.


Whatsapp-channel Whatsapp-channel

05 September, 2019 05:25 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK